શોધખોળ કરો
Advertisement
અંડર-19 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ બન્યું ચેમ્પિયન, ફાઇનલમાં ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું
અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને 1 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે.
નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે ત્રણ વિકેટથી હરાવીને બાંગ્લાદેશ ચેમ્પિયન બન્યું હતુ. બાંગ્લાદેશ પ્રથમવાર અંડર-19 વર્લ્ડકપમાં જીત મેળવી છે. આ બાંગ્લાદેશના ક્રિકેટ ઇતિહાસનો પ્રથમ વર્લ્ડકપ છે. બાંગ્લાદેશની સિનિયર ટીમ પણ આઇસીસી વર્લ્ડકપ જીતી શકી નથી. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયા 47.2 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ જીત તરફ આગળ વધી રહી હતી તે દરમિયાન વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે ડકવર્થ લૂઇસના નિયમના આધાર પર બાંગ્લાદેશને જીતવા માટે 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેપ્ટન અકબર અલીએ અણનમ 43 રન ફટકારી 42.1 ઓવરમાં સાત વિકેટ પર 170 રન બનાવી જીત મેળવી હતી.
બાંગ્લાદેશ સારી શરૂઆત કરી હતી. પરવેઝ ઇમોન અને તનજીદ હસને પ્રથમ વિકેટ માટે 50 રન જોડ્યા હતા. બંન્નેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. હુસેન ઇમોન 47 રન બનાવી આઉટ થયો હતો. તે સિવાય તનજિદ હસન 17, મહમૂદુલ હસન જોય 8, તૌહિદ 0, શમીમ હુસૈન 7 રન બનાવી આઉટ થયા હતા. શહાદત હુસૈન 1 રન પર આઉટ થયો હતો. ભારત તરફથી રવિ બિશ્નોઇએ ચાર, સુશાંત મિશ્રાએ બે અને જયસ્વાલે એક વિકેટ ઝડપી હતી.
ટીમ ઇન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે 88 રન કર્યા હતા. તે સિવાય તિલક વર્માએ 38 અને ધ્રુવ જુરેલે 22 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું નહોતું.
બાંગ્લાદેશે ટીમમાં કર્યો બદલાવ
ફાઇનલ મેચમાં ભારતીય ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશે હસન મુરાદના સ્થાને અવિશેક દાસનો ટીમમાં સમાવેશ કર્યો છે.
વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશ સામે જીત્યું છે 3 મેચ અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને 1 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે. બંને દેશો વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 18માં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશે માત્ર ત્રણ મેચ જીતી છે. બે મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે. સચિને પાઠવી શુભકામના અંડર-19 વર્લ્ડકપ ફાઇલનમાં ભારત-બાંગ્લાદેશ મુકાબલાને લઈ સચિન તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, ‘તમે સારું પ્રદર્શન ચાલુ રાખશો અને ભારત માટે જીત હાંસલ કરશો તેવી આશા છે.’#TeamIndia will bat first against Bangladesh in the #U19CWC final in Potchefstroom. ????????????
All the best, boys! ???????? Follow it live ???????? https://t.co/WK6GcTF6Ou #INDvBAN pic.twitter.com/1jvllno8w4 — BCCI (@BCCI) February 9, 2020
અંડર 19 વર્લ્ડ કપના કેટલાક ખાસ રેકોર્ડ પર નજર - ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ સૌથી વધુ (4) વખત જીત્યો છે. - ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના નામે એક અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે આ ઉપલબ્ધિ 2004ના વર્લ્ડકપમાં મેળવી હતી. - આઈસીસી અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે છે. - ભારત આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારતે આ ટુર્નામેન્ટમાં 58 મેચ જીતી છે અને 18 મેચમા હાર થઈ છે. - સળંગ સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે સળંગ 11 મેચ જીતી છે. સિક્સર કિંગ યુવરાજ સિંહનો મહિલા ક્રિકેટરે પકડ્યો શાનદાર કેચ, જાણો કઈ ટીમનો થયો વિજય 5 વર્ષ બાદ સચિને કરી બેટિંગ, પ્રથમ બોલે જ ફટકારી બાઉન્ડ્રી, જુઓ વીડિયો સાવરકુંડલાઃ જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત, 8 જાનૈયા ઈજાગ્રસ્ત ન્યૂઝીલેન્ડ સામે રન આઉટથી ફરી હારી ટીમ ઈન્ડિયા, ICC ધોનીને યાદ કરી કહ્યું આમ, જાણો વિગતAll the best to the U19 ???????? Cricket Team for the U19 @cricketworldcup Final! Hope you'll continue the stellar team performance & win this for India.#U19CWC #FutureStars #INDvBAN
— Sachin Tendulkar (@sachin_rt) February 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement