શોધખોળ કરો
શ્રીલંકા આ સ્ટાર બોલરે કર્યા બુમરાહના વખાણ, કહ્યું- તેને યોર્કર નહીં પણ આ બાબત બનાવે છે દુનિયાનો ખતરનાક બોલર
ભારતીય ફાસ્ટ બોલરની સૌથી સારી વાત એ છે કે તેને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે જેના કારણે તેને મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ નથી હોતું.
નવી દિલ્હીઃ શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ભારતના ફાસ્ટ બોલર જસપ્રતી બુમરાહના વખાણ કરતાં કહ્યું કે, યોર્કર નહીં પણ તેની ચોકસાઈ બુમરાહને ખતરનાક બનાવે છે. મલિંગાએ આઈએએનએસ સાથે વાત કરતાં કહ્યું કે, ભારતીય ફાસ્ટ બોલરની સૌથી સારી વાત એ છે કે તેને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે જેના કારણે તેને મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ નથી હોતું.
મલિંગાએ કહ્યું, ‘પ્રેશર શું છે? પ્રેશરનો મતલબ છે કે તમારી પાસે યોગ્યતા નથી. જો તમારી પાસે યોગ્યતા છે તો તમે પ્રેશરમાં નહીં હોય. આ યોગ્યતા અને ચોકસાઈની વાત છે અને જો તમે ચોક્કસ છો તો તમે જાણો છો કે તમે શું કરી શકો છો. તે ખૂબ સારો બોલર છે અને જાણે છે કે એક જ બોલ સતત ફેંકી શકે છે.’
મલિંગાએ કહ્યું, મેં તેને 2013માં જોયો હતો અને તેની સાથે સમય પસાર કર્યો. તેને શીખવાની ભૂખ છે અને ખૂબ જલ્દી શીખી જાય છે. શીખવાની ભૂખ હોવી જરૂરી છે. બુમરાહે ખૂબ ઓછા સમયમાં ઘણુ બધું શીખ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement