શોધખોળ કરો
IND Vs ENG: ભારતે મેળવી 298 રનની લીડ, અશ્વિનની પાંચ વિકેટ

વિશાખાપટ્ટનમઃ ઇગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસના અંતે ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આર. અશ્વિને પાંચ વિકેટ ઝડપતા ભારતે બીજી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. ત્રીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ 3 વિકેટ ગુમાવી 98 રન બનાવી લીધા છે. આમ લીડ સાથે ટીમનો સ્કોર 298 રન થઈ ગયો છે અને હજુ તેની 7 વિકેટ જમા છે. ત્રીજા દિવસને અંતે વિરાટ 56 અને રહાણે 22 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ તરફથી બ્રોડે 2 અને એન્ડરસને 1 વિકેટ ઝડપી હતી. આ અગાઉ બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. પૂજારા (1), રાહુલ (10) અને વિજય (3) ખૂબ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. આ અગાઉ ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં પ્રથમ ઇનિંગમાં 255 રન બનાવી શક્યુ હતું. અશ્વિને શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપતાભારતને પ્રથમ દાવમાં 200 રનની લીડ મળી છે.
વધુ વાંચો





















