શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND V NZ: રોમાંચક મેચમાં ન્યુઝીલેંડે ટીમ ઈંડિયાને 6 રનથી હરાવ્યું
દિલ્હી: દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાઈ રહેલી બીજી વન ડે મેચમાં ન્યુઝીલેંડે ભારતને 6 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 236 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમ્સનના 118 રન પછી બોલરોએ તરખાટ મચાવતા ભારતને રોમાંચક મેચમાં 6 રને હરાવ્યું હતું.
ભારત તરફથી પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી હતી. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી 9 રને આઉટ થયો હતો. મનિષ પાંડે 18 રને રન આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ 28 રને આઉટ થયો હતો. કેદાર જાધવ 41 રને આઉટ થયો હતો. મહેન્દ્રસિંહ ધોની પણ 39 રને આઉટ થયો હતો. અક્ષર પટેલ 17 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મિશ્રા પણ 1 રને આઉટ થયો હતો.
દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાઈ રહેલી મેચમાં ન્યુઝીલેંડે બીજી વનડેમાં ભારત સામે જીતવા 243 રનનો લક્ષ્યાંક આપ્યો હતા. ન્યુઝીલેંડ તરફથી કેન વિલિયમ્સનના 118 અને લાથમના 46 રનની મદદથી 50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા હતા. ભારત તરફથી અમિત મિશ્રા અને જસપ્રિત બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવ, અક્ષર પટેલ અને કેદાર જાધવે 1-1 વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેંડે પોતાની પહેલી વિકેટ માર્ટિન ગુપ્ટિલ મેચના બીજા બોલે જ ઉમેશ યાદવની ઓવરમાં 0 રને બોલ્ડ આઉટ થયો હતો, ત્યારબાદ લાથમ 46 રન બનાવી આઉટ થયો હતો. રોસ ટેલર 21 રને અમિત મિશ્રાની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો.
ભારતે ન્યુઝીલેન્ડ સામે દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં બીજી વન-ડે મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાન નિર્ણય કર્યો હતો. કરોડો ક્રિકેટ પ્રેમીઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion