(Source: ECI/ABP News/ABP Majha)
કોહલીની વાપસી બાદ આવી હશે ત્રીજી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન, જાણો ટીમ પ્લેયર્સ............
ત્રીજી ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવવા કરો યા મરોની હશે. આ ટેસ્ટને ફતેહ કરવા માટે ટીમ ઇન્ડિયા બે મોટા ફેરફારો કરી શકે છે.
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. બન્ને દેશો હાલ ફૂલ ફોર્મમાં છે, કેમ કે ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી અને બાદમાં બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ વળતી લડત આપીને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી. હવે ત્રીજી ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવવા કરો યા મરોની હશે. આ ટેસ્ટને ફતેહ કરવા માટે ટીમ ઇન્ડિયા બે મોટા ફેરફારો કરી શકે છે.
ત્રીજી ટેસ્ટ માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
કેએલ રાહુલ
મયંક અગ્રવાલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્યે રહાણે
ઋષભ પંત (વિકેટકીપર)
રવિચંદ્રન અશ્વિન
શાર્દૂલ ઠાકુર
મોહમ્મદ શમી
ઉમેશ યાદવ/ઇશાન્ત શર્મા
જસપ્રીત બુમરાહ
હનુમા વિહારીની થશે છુટ્ટી
ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કેપ્ટન કોહલીની વાપસી લગભગ નક્કી છે. આવામાં ટીમમાંથી હનુમા વિહારીને બહાર બેસવાનો વારો આવી શકે છે. વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. પીઠની ઈજાને કારણે વિરાટ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે વિરાટ ફરી એકવાર ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી રહ્યો છે. વિરાટની વાપસીથી હનુમા વિહારીને બહાર થવુ પડશે.
મોહમ્મદ સિરાજને કરાશે બહાર
વળી, બીજા ફેરફાર સાથે ટીમમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને બહાર બેસાડવામાં આવી શકે છે, કેપટાઉનની પીચને જોતા મોહમ્મદ સિરાજની જગ્યાએ અનુભવી સ્ટાર બૉલર ઇશાન્ત શર્માને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકે છે. કેમ કે તે સતત 100થી વધુની સ્પીડથી બૉલ ફેંકી શકે છે અને તેની પાસે 100થી વધુ ટેસ્ટ મેચોનો અનુભવ છે જે ભારતીય ટીમને કામ આવી શકે છે.
આ પણ વાંચો...........
Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો
NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ
Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?
બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો
કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........