(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL 1st ODI Live Streaming: ગુવાહાટીમાં પ્રથમ વન-ડેમાં ટકરાશે ભારત-શ્રીલંકા, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો મેચનું લાઇવ પ્રસારણ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચ મંગળવારે રમાશે.
India vs Sri Lanka 1st ODI Live Telecast: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ મેચ મંગળવારે રમાશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી દ્વારા વન-ડે વર્લ્ડકપ 2023ની તૈયારીઓ શરૂ કરશે. પ્રથમ મેચમાં બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. કારણ કે બંને ટીમો શ્રેણીમાં લીડ લેવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાને ટી-20 શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ ઉત્સાહિત છે. આ સિવાય સિનિયર ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. ચાલો અમે તમને જણાવીએ કે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડેનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો.
Nets ✅
— BCCI (@BCCI) January 9, 2023
Fan meet-ups 😃 ✅#TeamIndia skipper @ImRo45 is all geared-up for #INDvSL ODI series opener 💪🏻 @mastercardindia pic.twitter.com/o6SOrUblBg
શ્રીલંકા 25 વર્ષથી જીત્યું નથી
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 19 વનડે શ્રેણી રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. આ 19 ODI શ્રેણીમાંથી ભારત 14 વન-ડે શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. આ દરમિયાન શ્રીલંકા માત્ર 2 વનડે શ્રેણી જીતી શક્યું હતું. જ્યારે બંને દેશો વચ્ચે 3 સીરિઝ ડ્રો રહી હતી. ભારતનો આ મજબૂત રેકોર્ડ દર્શાવે છે કે શ્રીલંકા માટે વર્તમાન વનડે શ્રેણીમાં ભારતીય ધરતી પર જીત મેળવવી આસાન નહીં હોય.
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI ક્યારે રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે 10 જાન્યુઆરી (મંગળવાર)ના રોજ રમાશે. પ્રથમ વનડે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ODI ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત-શ્રીલંકા પ્રથમ વનડેનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર જોઈ શકાય છે?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ODIનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જોઈ શકાય છે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.
શ્રીલંકા સામે ભારતીય વનડે ટીમ આવી હશે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.