શોધખોળ કરો
Advertisement
IND v SL: આજે બીજી T 20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં અત્યાર સુધી એક જ ટી-20 મેચ રમાઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા 22 ડિસેમ્બર, 2017ના રોજ ટક્કર થઈ હતી.
ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવાર ગુવાહાટીમાં વરસાદ અને આસામ ક્રિકેટ એસોસિએશનની બેદરકારીના કારણે રદ કરી દેવામાં આવી હતી. આ હવે બંને ટીમો આજે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે.
કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે ટૉસ થશે અને 7.00 કલાકથી મેચ શરૂ થશે.
ઈન્દોરમાં ભારતનો કેવો છે રેકોર્ડ ? ભારતે શ્રીલંકા સામે અત્યાર સુધીમાં કુલ 17 ટી20 મેચ રમી છે. જેમાં ભારતનો 11 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં હાર થઈ છે, એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં અત્યાર સુધી એક જ ટી-20 મેચ રમાઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા 22 ડિસેમ્બર, 2017ના રોજ ટક્કર થઈ હતી. આ મેચમાં ભારતનો 88 રનથી વિજય થયો હતો, મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી. ટમ ઈન્ડિયાએ ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 260 રન સુધી પહોંચાડ્યો હતો. ઈન્દોરની વિકેટ પણ બેટ્સમેનો માટે મદદગાર માનવામાં આવે છે. સીરિઝ જીતવા બંને ટીમોએ બંને T20 જીતવી ફરજિયાત પ્રથમ T 20 રદ થયા બાદ મેદાન પર બુમરાહ અને ધવનની વાપસીનો ઇંતજાર લંબાયો છે. પ્રથમ મેચમાં પણ આ બંને પર ફોકસ હતું. શ્રેણીની બાકી બંને ટી-20 મેચમાં ટીમો પાસે પ્રયોગ કરવાનો વિકલ્પ નહીંવત રહેશે. કારણકે સીરિઝ જીતવા બંને ટીમોએ બંને ટી-20 જીતવી ફરજિયાત છે. શ્રીલંકા સામે T20 સીરિઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમ વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયર ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદરMatch Day!#TeamIndia will take on Sri Lanka in the 2nd T20I at the Holkar Stadium, Indore.
Live action starts at 7 PM IST. Your predictions for the game? #INDvSL pic.twitter.com/MQC7aEFn76 — BCCI (@BCCI) January 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement