(Source: ECI/ABP News/ABP Majha)
આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આવતીકાલે રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે.
IND vs SL 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આવતીકાલે રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. શિખર ધવનની આગેવાની વાળી યુવા ટીમે શ્રીલંકન ટીમને તેના જ ઘરઆંગણે જડબાતોડ હાર આપીને ઇતિહાસ રચી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની સીનિયર ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવા પહોંચ્યા છે ત્યારે શ્રીલંકામાં ભારતની યુવા ટીમ કૉચ રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ જલવો બતાવી રહી છે. જાણો સીરીઝની અંતિમ વનડે મેચ ક્યારે અને ક્યાંથી કેટલા વાગે લાઇવ થશે.
ક્યારે રમાશે ત્રીજી વનડે મેચ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વડે મેચ 18 જુલાઇએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
કેટલા વાગે શરૂ થશે મેચ?
ભારતીય સમયાનુસાર આ વનડે મેચ બપોરે 3 વાગે શરૂ થશે, જોકે, ટૉસ 2.30 વાગે થશે.
ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ?
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચ તમે સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર જોઇ શકશો. આ નેટવર્ક પર હિન્દી અને ઇંગ્લિશ કૉમેન્ટ્રીની સાથે તમે મેચ જોઇ શકશો. લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો તમે સોની લિવ એપ અને આની વેબસાઇટ પર જોઇ શકશો.
આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ભારતીય ટીમ
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
શ્રીલંકન ટીમ
આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.
વનડે સીરીઝ બાદ ટી20 સીરીઝ
વનડે સીરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની છે. વર્લ્ડકપ પહેલા આ ટી20 સીરીઝ ભારતીય યુવા ખેલાડીઓ માટે મહત્વની છે. કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની ટી20 સ્ક્વૉડમાં પોતાનુ નામ વર્લ્ડકપ 2021 માટે પાક્કુ કરી શકે છે.