શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયાના આ સભ્ય ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ, લોકોએ Funny મીમ્સ બનાવીને લીધી મજા
એક દિવસની રજાને એન્જોય કરતા હેડ કોચ રવિ શાસ્ત્રી એન્ટીગુઆના કોકો બે બીચ પર ગયા અને ત્યાંની એક તસવીર ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ફરી એક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. આ વખતે શાસ્ત્રીને ફિટનેસને લઈને સાંભળવું પડ્યું છે. ભારતીય ટીમે હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ટેસ્ટમાં 318 રનથી હાર આપી હતી. ત્યાર બાદ ટીમે કેટલાક દિવસની રજા ગાળવાનું મન બનાવ્યું છે.
એક દિવસની રજાને એન્જોય કરતા હેડ કોચ રવિ શાસ્ત્રી એન્ટીગુઆના કોકો બે બીચ પર ગયા અને ત્યાંની એક તસવીર ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી. આ તસવીર બાદ લોકો ફની મીમ્સ બનાવી શાસ્ત્રીને ટ્રોલ કરી રહ્યા છે. શાસ્ત્રીએ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે,‘હોટ..હોટ..હોટ, આ સમય થોડો રસ(જ્યુસ) પીવાનો છે. કોકો બે રોક્સ ખૂબસૂરત છે.’ શાસ્ત્રીની આ પોસ્ટ થોડા જ સમયમાં ખૂબ વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટ સાથે શાસ્ત્રીએ એક તસવીર પણ શેર કરી છે. ટ્રોલ કરતાં એક યુઝર્સે લખ્યું કે,‘જ્યુસ, બીયર પીએ ચલો’. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે,‘દારૂ ઓછું પીજો. તમારી દારૂબાજીના ચક્કરમાં વર્લ્ડ કપ હારી ગયા છીએ.’ આ પછી સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ સતત રવિ શાસ્ત્રીને ટ્રોલ કરી રહ્યા છે.View this post on InstagramHot hot hot. Time for some juice. Coco Bay Sheer Rocks Beautiful. Antigua ????
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement