World Wrestling Championshipsમાં વિનેશ ફોગાટે જીત્યુ બ્રૉન્ઝ મેડલ, આ મામલે બની પહેલી ભારતીય પહેલવાન
વિનેશ આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ મંગોલિયાની ખુલન બતખુયાગ સામે હારીને ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઇ હતી.
Vinesh Phogat Wins Bronze: બેલગ્રેડમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પીયનશીપ (World Wrestling Championships)માં ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે (Vinesh Phogat) એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ચેમ્પીયનશીપમાં બે મેડલ જીતનારી તે પહેલી મહિલા પહેલવાન બની ગઇ છે. તેને અહીં બુધવારે બ્રૉન્ઝ મેડલ જીત્યુ. આ પહેલા વર્ષ 2019માં વિનેશે આ ટૂર્નામેન્ટમાં બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યુ હતુ.
વિનેશ આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ મંગોલિયાની ખુલન બતખુયાગ સામે હારીને ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઇ હતી. ખુલનની ફાઇનલમાં એન્ટ્રી બાદ વિનેશ ફોગાટને રેપચેજ રાઉન્ડમાં રમવાનો મોકો મળ્યો હતો અને અહીં તેને એક પછી એક મેચ જીતીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધુ હતુ. છેલ્લી મેચમાં તેને સ્વીડનની એમા જોના માલ્મગ્રેનને 8-0થી હરાવી હતી.
🇮🇳's @Phogat_Vinesh wins her 2nd #WorldChampionship 🥉 after defeating Sweden's Joana Malmgren 8-0
— SAI Media (@Media_SAI) September 14, 2022
Great resilience by #VineshPhogat after shocking 1st round defeat yesterday.
She has now also become 1️⃣st Indian woman to have won 2️⃣ World Championships medals in #Wrestling 🤼♀️ pic.twitter.com/J0zpoWxKGz
તાજેતરમાં જ કૉમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટ મંગોલિયન પહેલવાન સામે હાર બાદ ખુબ નિરાશ થઇ હતી. રેપચેજ રાઉન્ડમાં તેને સૌથી પહેલા કઝાખસ્તાનની જુલ્ડિજ ઇશિમોવાને 4-0થી હરાવી, આ પછી તેને આગળની મેચમાં પોતાની વિપક્ષી પહેલવાન અરઝબૈઝાનની લૈલા ગુરબાનોવા ઇજાગ્રસ્ત થતાં તેને સીધી બ્રૉન્ઝ મેડલ મેચમાં પહોંચવાનો મોકો મળ્યો હતો.
આ પણ વાંચો.........
Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા
T20 World Cup 2022: 2007 T20 WC માં રમેલા આ બે ભારતીય ખેલાડી 2022નો પણ ટી20 વર્લ્ડકપ રમશે, જાણો વિગત
Virat: વિરાટ કોહલીએ ટ્વીટર પર બતાવી તાકાત, બની ગયો આ ઉપલબ્ધિ હાંસલ કરનારો પહેલો ક્રિકેટર
T20 WC: કયા દિગ્ગજે રોહિતને વર્લ્ડકપમાં ધોની વાળી કરવા કહ્યું, ટ્વીટ કરીને શું આપી દીધી સલાહ, જાણો
Team India New Jersey: T20 વર્લ્ડ કપમાં નવી જર્સી સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જુઓ વીડિયો