શોધખોળ કરો
INDvAUS: પ્રથમ ટેસ્ટમાં દિવસના અંતે ભારત સન્માનજનક સ્થિતિમાં, પૂજારાની સદી
1/5

ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 રન પર પહોંચ્યો ત્યારે લોકેશ રાહુલ (2 રન) આઉટ થયો હતો. જે બાદ મુરલી વિજય પણ 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કોહલી 3 રન બનાવી પેટકમિન્સનો શિકાર બન્યો હતો. ઉસ્માન ખ્વાજાએ કેપ્ટન કોહલીનો શાનદાર કેચ પકડ્યો હતો. અજિંક્ય રહાણે પણ 13 રન બનાવી આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 41 રન હતો. રોહિત શર્મા 37 રન બનાવી લાયનની ઓવરમાં આઉટ થયો હતો. રિષભ પંત અને અશ્વિન બંને 25 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.
2/5

ટીમ ઈન્ડિયાએ 6 સ્પેશિયલ બેટ્સમેન, 1 વિકેટકિપર, 1 સ્પિનર અને 3 ફાસ્ટબોલર્સનો સમાવેશ કર્યો છે. પૂજારાના બાદ કરતાં કોઈ પણ બેટ્સમેન ઓસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કરી શક્યા નથી. રોહિત શર્મા અને રિષભ પંત સેટ થયા વિકેટ ગુમાવી હતી. ભારતે ગઈકાલે જ 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા હતા. જેમાં પ્લેઇંગ ઇલેવનમાં હનુમા વિહારીને સ્થાન આપવામાં આવ્યું નથી.
Published at : 06 Dec 2018 07:28 AM (IST)
View More




















