જોસ બટલરે અડધી સદી ફટકારી 69 રન બનાવ્યા હતા. `ટીમનો સ્કોર 24 રન પહોંચ્યો ત્યારે કુક 12 રન બનાવી બુમરાહની ઓવરમાં સ્લિપમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડે વન ડાઉન તરીકે મોઇન અલીને મોકલ્યો હતો. અલી 9 રન બનાવી ઈશાંત શર્માની ઓવરમાં રાહુલના હાથે કેચ આઉટ થયો ત્યારે યજમાન ટીમનો સ્કોર 33 રન હતો. ત્રીજી વિકેટ માટે રૂટ અને જેનિંગ્સે 59 રનની ભાગીદારી કરી હતી. જેનિંગ્સ 36 રન બનાવી શમીની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 92 હતો. લંચ સમયે ઈંગ્લેન્ડે ભારત પર 65 રનની લીડ લીધી હતી. લંચ પછીના પ્રથમ બોલ પર શમીએ બેરિસ્ટોને બોલ્ડ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી.
2/4
સાઉથમ્પટનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ચૌથી મેચ સાઉથમ્પ્ટનના રોઝ બૉઉલ મેદાન પર રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 246 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના પ્રથમ ઇનિંગના આધાર પર 27 રનોની બઢત મળી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે પોતાની બીજી ઇનિંગમાં 8 વિકેટ ગુમાવી 260 રન બનાવી લીધા છે.
3/4
ટોસ જીતી બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને 78 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે 3 અને ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, અશ્વિને 2-2 તથા હાર્દિક પંડ્યાએ 1 વિકેટ લીધી હતી.
4/4
ભારતે પ્રથમ ઈનિંગમાં 273 રન બનાવી ઈંગ્લેન્ડ પર 27 રનની લીડ લીધી હતી. ભારત વતી પૂજારા 132 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 5 વિકેટ લીધી હતી.