શોધખોળ કરો
Advertisement
AUS vs IND: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાના છ વિકેટ પર 236 રન
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં છ વિકેટના નુકસાન પર 236 રન બનાવ્યા હતા. સિડનીમાં ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરોએ 16.3 ઓવર પહેલા જ ત્રીજા દિવસની રમત સમાપ્ત જાહેર કરી દીધી હતી. વરસાદને કારણે થોડો સમય સુધી મેચ રોકવી પડી હતી. રમતના અંતે પીટર હેડ્સકોમ્બ 28 અને કમિન્સ 25 રન પર રમતમાં હતા. નોંધનીય છે કે, બીજા દિવસે ભારતે 7 વિકેટ ગુમાવીને 622 રનનો સ્કોર કરીને ઈનિંગ જાહેર કરી હતી.
ઓસ્ટ્રેલિયા હજુ પણ 386 રન પાછળ છે. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજાએ બે અને શમીએ એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ ચેતેશ્વર પૂજારા બેવડી સદી ચૂક્યો હતો. તે 193 રન પર આઉટ થયો હતો. જ્યારે ઋષભ પંત 159 રન ફટકારી અણનમ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement