શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં સેન્ચુરી ફટકારના પ્રથમ એશિયન વિકેટકીપર બન્યો રિષભ પંત, જાણો કેટલા રન ફટકાર્યા
1/3

પંતે ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરતાં 137 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. પંત પહેલા કોઈપણ ભારતીય વિકેટકીપરનો ઓસ્ટ્રેલિયામાં હાઈએસ્ટ સ્કોર 89 રનનો હતો જે ફારુખ એન્જિનીયરે વર્ષ 1967માં બનાવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા ક્રમે કિરણ મોરે આવે છે જેણે 1991માં મેલબર્નમાં 67 રન બનાવ્યા હાત. પોતાની બેટિંગથી વિશ્વભરમાં ધમાલ મચાવનાર મહેન્દ્ર સિંહ ધોની (57 રન) આ યાદીમાં પાર્થિવ પટિલ (62 રન) બાદ પાંચમાં ક્રમ પર છે.
2/3

શુક્રવારે પંતે સેન્ચુરી ફટકારી હતી. તેની સાથે જ તે ઓસ્ટ્રેલિયામાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય અને એશિયાના વિકેટકિપર બેટ્સમેન બની ગયા છે. તેણે ચોગ્ગાની સાતે ધમાકેદાર અંદાજમાં સેન્ચુરી પૂરી કરી હતી. જોકે કુમાર સંગકારાએ ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે પરંતુ ત્યારે તે ટીમમાં વિકેટકિપર તરીક સામેલ ન હતા.
Published at : 04 Jan 2019 11:25 AM (IST)
View More





















