શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
World Cup: સેમિફાઇનલની ટિકીટ પાક્કી કરવા આજે બાંગ્લાદેશ સામે ટકરાશે ભારત, ટીમમાં થઇ શકે છે આ બે મોટા ફેરફારો
આજની મેચ જીતીને ભારત સેમિ ફાઇનલમાં પ્રવેશશે તો વળી બાંગ્લાદેશની ટીમ ભારતને હરાવીને સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા મરણીયો પ્રયાસ કરશે
બર્મિંઘમઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમ પાડોશી દેશની ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. આજનો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ બન્ને માટે ખાસ મહત્વનો છે. આજની મેચ જીતીને ભારત સેમિ ફાઇનલમાં પ્રવેશશે તો વળી બાંગ્લાદેશની ટીમ ભારતને હરાવીને સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા મરણીયો પ્રયાસ કરશે.
હાલમાં ભારતીય ટીમને સેમિ ફાઇનલ પ્રવેશ માટે કોઇ ખાસ દબાણ નથી કેમકે ભારત 7 મેચમાં 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે, અને રનરેટ પણ સારી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ માટે આજનો મુકાબલો કરો યા મરો સમાન છે. બાંગ્લાદેશની ટીમ 3 જીત અને 3 હાર સાથે 7 પૉઇન્ટ સાથે છે. જો બાંગ્લાદેશની ટીમને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવવો હોય તો આજે ભારત અને આ પછીની પાકિસ્તાન સામેની મેચ જીતવી પડે તેમ છે.
આજની મેચમાં એઝબેસ્ટૉન મેદાનની સ્થિતિને જોતા ભારત કેદાર જાધવ અને યુજવેન્દ્ર ચહલને બહાર બેસાડી શકે છે, આમની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion