આ મેચનું લાઇવ પ્રસારણ રાત્રે 10.00 વાગે સોની સિક્સ ચેનલ પર કરવામાં આવશે.
3/6
આયરલેન્ડને હરાવ્યા બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ઉતરશે.
4/6
મંગળવારે શરૂ થઇ રહેલી ટી-20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો આવ્યા છે, જેમાં ખાસ કરીને ફાસ્ટ બૉલર જસપ્રૂત બુમરાહ આંગળીની ઇજાના કારણે સીરીઝમાંથી બહાર થયો છે, સાથે વૉશિંગટન સુંદર પણ મેચમાં નથી. જોકે, આ બન્નેની જગ્યાએ ટીમમાં ફાસ્ટ બૉલર દીપક ચહર અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને સમાવવામાં આવ્યા છે.
5/6
ઉલ્લેખનીય છે કે, આ પછીની બે ટી-20 મેચો કાર્ડિફ અને બ્રિસ્ટનમાં રમાશે.
6/6
નવી દિલ્હીઃ આવતીકાલ મંગળવારે ભારત-ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ ટી-20 મેચો રમવાની છે જેમાં કાલે પ્રથમ મેચ માન્ચેસ્ટર ગ્રાઉન્ડમાં રમાશે. ટીમ ઇન્ડિયામાં ટી-20 મેચ માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.