શોધખોળ કરો
INDvSA 1st Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 385/8, અશ્વિને ઝડપી 5 વિકેટ
પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી

નવી દિલ્હીઃ ટેસ્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોએ ધૈર્યપૂણ બેટિંગ કરતાં ટીમને સન્માનજનક સ્કૉર સુધી પહોંચાડી હતી. એલ્ગર બાદ ડીકૉકે પણ સદી મારીને ઇનિંગને સંભાળી હતી. આ પહેલા એલ્ગર જાડેજાની ઓવરમાં પુજારાને કેચ આપી બેઠો હતો, એલ્ગરને જાડેજાએ 160 રનના સ્કૉરે આઉટ કર્યો હતો. જોકે ડીકૉકે શાનદાર સદી મારીને એક છેડો સાચવી રાખ્યો હતો. ડીન અલ્ગરે દમદાર સેન્ચૂરી ફટકારતા ઇનિંગને સ્થિરતા આપી હતી. સામે છેડે કેપ્ટન ડૂ પ્લેસીસે પણ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જોકે બાદમાં અશ્વિનના બૉલ પર પુજારાને કેચ આપી બેઠો હતો.
ઉપરાંત સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજે 3 વિકેટ ઝડપી હતી, વળી, ફિલાન્ડર, પીડીટી, મુથુસામી અને એલ્ગરને એક-એક વિકેટ મળી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. આજે ત્રીજા દિવસે સાઉથ આફ્રિકન ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં મયંક અગ્રવાલે તાબડતોડ ડબલ સેન્ચૂરી - 215 રન (371) અને રોહિત શર્માએ 176 રન (244) બનાવ્યા હતા.That will be Lunch on Day 3 of the 1st Test.
South Africa 153/4, trail #TeamIndia (502/7d) by 349 runs. Updates - https://t.co/67i9pBSlAp #FreedomSeries #INDvSA pic.twitter.com/OhiQuRntc8 — BCCI (@BCCI) October 4, 2019
ઉપરાંત સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ કેશવ મહારાજે 3 વિકેટ ઝડપી હતી, વળી, ફિલાન્ડર, પીડીટી, મુથુસામી અને એલ્ગરને એક-એક વિકેટ મળી હતી. વધુ વાંચો





















