આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ નિરંજન શાહે કહ્યું કે, બીસીસીઆઈના ફરમાન અનુસાર મેચની 10 ટકા ટિકિટો સ્કૂલના બાળકો માટે આરક્ષિત છે એટલે તે પણ મેચ જોવા માટે આવશે. જોકે, તેમ છતાં લોકોનો મેચ માટે રસ ન દાખવવો દુર્ભાગ્યપૂર્ણ છે.
2/3
નોંધનીય છે કે, આ મેચને લઈને રાજકોટવાસીઓમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. કારણ કે ટેસ્ટની માત્ર 10 ટકા જ ટિકિટો વેચાઈ છે. જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 25,000 દર્શકોની છે. ટેસ્ટ બાદ થનારી વન ડે સીરીઝના ફ્રી પાસ માટે એક બાજુ અનેક ક્રિકેટ સંઘોમાં ઘમાસાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં ટેસ્ટ મેચની ટિકિટો વેચવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે.
3/3
રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતીય ટીમ આ શ્રેણીમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના રન મશીન કહેવાતા ચેતેશ્વર પુજારાનું આ હોમ ગ્રાઉન્ડ છે.