શોધખોળ કરો
Advertisement
INDvWI: T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરોએ માત્ર ત્રીજીવાર કર્યું આ કારનામું, જાણો વિગત
વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી તમામ બોલરો વિકેટ લીધી હતી.
ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી તમામ બોલરો વિકેટ લીધી હતી.
ભારતના તમામ બોલરોએ ટી20માં વિકેટ લીધી હોય તેવી ટીમ ઈન્ડિયાની આ માત્ર ત્રીજી મેચ હતી. ભારત તરફથી ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ 3, ભુવનેશ્વર કુમારે 2, વોશિંગ્ટન સુંદરે 1, રવિન્દ્ર જાડેજાએ 1, કૃણાલ પંડ્યાએ 1 અને ખલીલ અહમદે 1 વિકેટ ઝડપી હતી.🌴v 🇮🇳 First Innings Break!#WIvIND WI 95/9 (20 ov) Pollard - 49 runs (49 balls) Pooran - 20 runs (16 balls) India need 96 runs to win!#MenInMaroon #ItsOurGame pic.twitter.com/7qMmszKSF3
— Windies Cricket (@windiescricket) August 3, 2019
ભારતના તમામ બોલરોએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વિકેટ ઝડપી હોય તેવી પ્રથમ ઘટના 2011માં બની હતી. ડરબનમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના તમામ બોલરોએ વિકેટ ઝડપી હતી. જે બાદ 2016માં મિરપુરમાં યુએઈ સામે પણ ભારતના તમામ બોલરોએ વિકેટ લીધી હતી. INDvWI: નવદીપ સૈનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત INDvWI: વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આ આક્રમક ખેલાડીની પ્રથમ T20માં થઈ અવગણના, જાણો વિગતInnings Break! A three-wkt haul for Saini as #TeamIndia bowlers restrict West Indies to a total of 95/9 after 20 overs.#WIvIND pic.twitter.com/MMn9drOxh1
— BCCI (@BCCI) August 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement