શોધખોળ કરો
Advertisement
IND v WI: ઈશાંત શર્માએ બોલિંગમાં નહીં બેટિંગમાં બનાવ્યો આ અનોખો રેકોર્ડ, બની ગયો પ્રથમ ભારતીય
ઈશાંત શર્માએ 92મી ટેસ્ટમાં કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં અડધી સદી ફટકારવા માટે 126 ઈનિંગ લીધી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ઈનિંગ બાદ અડધી સદી ફટકારવાનો બીજો વર્લ્ડ રેકોર્ડ છે.
જમૈકાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં ઓલઆઉટ થઇ હતી. હનુમા વિહારીની શાનદાર સદી (111 રન) ને કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. વિહારીને ઇશાંત શર્માનો સારો સાથ મળ્યો હતો. ઇશાંતે 57 રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી હતી. ઈશાંતે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી.
ઈશાંત શર્માએ 92મી ટેસ્ટમાં કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં અડધી સદી ફટકારવા માટે 126 ઈનિંગ લીધી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ઈનિંગ બાદ અડધી સદી ફટકારવાનો બીજો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 131 ઈનિંગ બાદ ટેસ્ટ કરિયરમાં સૌપ્રથમ અડધી સદી ફટકારી હતી.
ઈશાંત ભારત તરફથી આટલી ટેસ્ટ રમ્યા બાદ અડધી સદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સૌથી વધારે ટેસ્ટ બાદ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ દિગ્ગજ સ્પિનર બિશનસિંહ બેદીના નામે હતો. બેદીએ 71મી ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ અડધી સદી નોંધાવી હતી. પરંતુ ઈશાંત 126મી ઈનિંગમાં અડધી સદી પૂરી કરીને બેદીથી ઘણો આગળ નીકળી ગયો છે.
દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર ISI પાસેથી રૂપિયા લેતા હોવાનો લગાવ્યો આરોપ, BJPએ કહ્યું- સોનિયા ગાંધી માંગે માફી
સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગત
મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion