શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતનો ચાર વિકેટે વિજય, સૈનીની ત્રણ વિકેટ
LIVE
Background
ફ્લોરિડાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાએ રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કર્યો નથી.
23:13 PM (IST) • 03 Aug 2019
ફ્લોરિડાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો ચાર વિકેટે વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝે જીતવા માટે આપેલા 96 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 17.2 ઓવરમાં 6 ગુમાવી 98 રન બનાવી જીત મેળવી લીધી હતી. ટીમ ઇન્ડ઼િયા તરફથી રોહિત શર્માએ 24 અને કોહલી અને મનીષ પાંડેએ 19 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી નવદીપ સૈનીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને ધવન એક રન પર આઉટ થયો હતો. ત્યારબાદ પંત શૂન્ય, કૃણાલ પંડ્યા 12 રન ફટકાર્યા હતા.
22:29 PM (IST) • 03 Aug 2019
9 ઓવરના અંતે ભારતનો સ્કોર 44/3, કોહલી 8 અને મનીષ પાંડે 8 રને રમતમાં
22:28 PM (IST) • 03 Aug 2019
8 ઓવરના અંતે ભારતનો સ્કોર 41/3, કોહલી 6 અને મનીષ પાંડે 7 રને રમતમાં
22:21 PM (IST) • 03 Aug 2019
6.4 ઓવરના અંતે ભારતનો સ્કોર 33/3, પંત ખાતુ પણ ન ખોલાવી શકયો, સુનીલ નારાયણે એક જ ઓવરમાં ભારતને બે ઝટકા આપ્યા
21:35 PM (IST) • 03 Aug 2019
ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. વિન્ડિઝ તરફથી પોલાર્ડે એકલા હાથે સંઘર્ષ કરતા 49 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડેથી તેને ટેકો મળ્યો નહોતો. ભારત તરફથી ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ 3, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement