શોધખોળ કરો
કટકમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી જીતી વનડે સીરિઝ
ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે કટક ખાતેની ત્રીજી વનડેમાં ચાર વિકેટથી જીત મળવી છે. ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે.
![કટકમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી જીતી વનડે સીરિઝ India wins 3rd ODI against West Indies by 4 wickets કટકમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી જીતી વનડે સીરિઝ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/22073404/kohli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કટકઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે કટક ખાતેની ત્રીજી વનડેમાં ચાર વિકેટથી જીત મળવી છે. ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી પોતાના નામે કરી છે. 316 રનનો પીછો કરતા ભારતે 48.4 ઓવરમાં લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. કોહલીએ શાનદાર ઈનિંગ રમતા 85 રન બનાવ્યા હતા. જાડેજાએ નોટઆઉટ 40 રન બનાવી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લોકેશ રાહુલે 77 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ કરિયરની 43મી ફિફટી મારી હતી. રોહિત 63 રન બનાવી કેચ આઉટ થયો હતો.
ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીત માટે 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિન્ડીઝ તરફથી પોલાર્ડે આક્રમક ઈનિંગ રમતા 51 બોલમાં નોટ આઉટ 74 રન બનાવ્યા હતા. પોલાર્ડે 7 સિક્સ ફટકારી હતી. પૂરને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી મેચમાં ફિફટી મારી હતી. પૂરને 64 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 89 રન બનાવ્યા હતા. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો કટકના બારામતી સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ભારતીય ટીમમાં નવદીપ સૈનીએ વન ડે ડેબ્યૂ કર્યું હતું. સૈનીએ ડેબ્યૂ મેચમાં તરખાટ મચાવતા પ્રથમ વિકેટ તરીકે આક્રમક બેટ્સમેન શિમરૉન હેટમેયરને 37 (33) રનના અંગત સ્કૉર પર કુલદીપના હાથમાં ઝીલાવી દીધો હતો. સૈનીએ પહેલા હેટમેયર 37 રન અને બાદમાં રૉસ્ટન ચેસને 38 રને બૉલ્ડ કર્યા હતો.3rd ODI. It's all over! India won by 4 wickets https://t.co/kK8v4wTXJz #IndvWI @Paytm
— BCCI (@BCCI) December 22, 2019
Make it two for Saini.
This time it's Roston Chase who has to depart. West Indies 144/4 #INDvWI pic.twitter.com/bQJKFqojKk — BCCI (@BCCI) December 22, 2019
- 9મી ઓવરના અંતિમ બોલ પર જાડેજાએ લુઇસનો 14 રને કેચ છોડ્યો હતો.
- 15 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 1 વિકેટે 57 રન છે. હોપ 35 રને રમતમાં છે. લુઈસ 21 રન બનાવી જાડેજાની ઓવરમાં સૈનીના હાથે કેચ આઉટ થયો હતો.
- 18 ઓવરના અંતે વિન્ડિઝ 68/1, હોપ 41 અને ચેઝ 5 રને રમતમાં
- 19.2 ઓવર વિન્ડિઝ 70/2, લુઇસ 42 રન બનાવી શમીની ઓવરમાં થયો બોલ્ડ, ચેઝ-હેયમાયર રમતમાં
Here it is, ODI Wicket No.1 for Navdeep Saini. Hetmyer departs.
West Indies 132/3 after 29.2 overs Live - https://t.co/kK8v4xbyB7 #INDvWI pic.twitter.com/fFSLcqchQx — BCCI (@BCCI) December 22, 2019
ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રમાણે છેOdisha: Fans gather outside Barabati stadium in Cuttack ahead of series decider 3rd ODI match between India and West Indies, today. #INDvsWI pic.twitter.com/My7Sego5QW
— ANI (@ANI) December 22, 2019
3rd ODI. West Indies XI: E Lewis, S Hope, S Hetmyer, R Chase, N Pooran, K Pollard, J Holder, K Paul, A Joseph, K Pierre, S Cottrell https://t.co/kK8v4wTXJz #IndvWI @Paytm
— BCCI (@BCCI) December 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)