Ind vs NZ, 2nd Test : ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત, ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યુ
Ind vs NZ, 2nd Test : બીજી ટેસ્ટમાં ભારતની 372 રનથી જીત, સીરીઝ પર બનાવી 1-0ની લીડ
મુંબઇઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુંબઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી માત આપીને સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે કિવી ટીમને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમા રમાયેલી બીજી ટેસ્ટમાં 372 રનોના વિશાળ અંતરથી હાર આપી છે, આ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીત પણ બની ગઇ છે. આ પહેલા 337 રનની જીત સૌથી મોટી જીત હતી, જે 2015માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેળવી હતી. કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી.
મેચની વાત કરીએ તો ટૉસ જીતીને વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમે જબરદસ્ત દમ બતાવ્યો અને પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ સામે 325 રન બનાવ્યા હતા, બાદમાં મેદાનમાં બેટિંગ માટે ઉતરેલી કિવી ટીમને 62 રનમાં પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ કરી દીધુ હતુ. બીજી ઇનિંગની વાત કરીએ તો ભારતીય ટીમે 276 રન બનાવીને 7 વિકેટે ઇનિંગ ડિકલેર કરી દીધી હતી, આ પછી બીજી ઇનિંગમાં કિવી ટીમ ફરી એકવાર 167 રનના નાના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ અને ભારતને બીજી ટેસ્ટમાં વિશાળ અંતરથી એટલે કે 372 રનથી જીત મળી હતી. આ જીત ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીત છે.
આ જીતની સાથ જ ભારતે આ સીરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને જયંત યાદવે ચાર-ચાર વિકેટો ઝડપીને મહેમાન કિવી ટીમને બીજી ઇનિંગમાં ઘૂંટણીયે પાડી દીધી હતી.
ત્રીજા દિવસની રમત પુરી થવા સુધી કિવી ટીમ બીજી ઇનિંગમાં પાચ વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. ચોથા દિવસ ન્યૂઝીલેન્ડ ટીમ માત્ર 27 રન જ પોતાના ખાતમાં જોડી શકી હતી, અને તેને પોતાની તમામ વિકેટો સવારના પહેલા સેશનમાં ગુમાવી દીધી હતી. બન્ને ટીમોની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ કાનપુરમાં ડ્રૉ રહી હતી, અને બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત સાથે સીરીઝ પર કબજો જમાવી દીધો હતો.
મયંક અગ્રવાલ બન્યો પ્લેયર ઓફ મેચ-
બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ મયંક અગ્રવાલને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. મયંક અગ્રવાલ ફરી એકવાર બેટિંગથી કિવી ટીમને ઘૂંટણીયે પાડી દીધી હતી. પ્રથમ ઇનિંગમાં મયંક અગ્રવાલે 311 બૉલ રમીને 150 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બીજી ઇનિંગમાં પણ મયંકે 108 બૉલ રમીને 62 રનની બેસ્ટ બેટિંગ કરી હતી. મયંક અગ્રવાલની બેટિંગના કારણે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી શક્યુ હતુ.
આ પણ વાંચો.............
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી