શોધખોળ કરો
Advertisement
‘કેપ્ટન કૂલ’ની સુરક્ષા અંગે આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું- તેને સુરક્ષાની જરૂર નથી
લેફ્ટનન્ટ કર્નલ (માનદ ઉપાધિ)થી સન્માનિત એમએસ ધોની પૈરા રેજિમેન્ટનો હિસ્સો બન્યો છે. અને તે 31 જુલાઈથી લઈને 15 ઓગસ્ટ સુધી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૈરા)ની સાથે રહેશે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજીમેન્ટની વિક્ટર ફોર્સ સાથે કાશ્મીરમાં ડ્યૂટી કરશે. તેની વચ્ચે ધોનીની સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલો અંગે સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું કે ધોનીની સુરક્ષાની કોઈ જરૂર નથી. તે જનતાની સેવા કરશે.
બિપિન રાવતે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ધોની સેના સાથે ડ્યૂટી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ધોની અન્ય જવાનોની જેમ એક રક્ષકની ભૂમિકા નિભાવશે. તેઓએ કહ્યું “જ્યારે એક ભારતીય નાગરિક સેનાની વર્દી પહેરી લે છે ત્યારે વર્દી સાથે જોડાયેલા કામો કરવા માટે તૈયાર રહેવું પડે છે. ધોનીએ પોતાની બેઝિક ટ્રેનિંગ કરી છે અને અમને ખબર છે કે તે પોતાનું કામ પૂરું કરશે. મને નથી લાગતું કે અમારે તેમની સુરક્ષા આપવાની જરૂર છે.”
જનરલ રાવતે વધુમાં કહ્યું કે ધોની 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) સાથે કામ કરશે. ધોનીની ડ્યૂટી અંગે વાત કરતા કહ્યું કે તે કમ્યુનિકેશન ડ્યૂટી, સ્ટેટિક પ્રોટેક્શનની જવાબદારી સંભાળશે. આ સિવાય પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટીની જવાબદારી પણ સંભાળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement