રવીંદ્ર જાડેજાની આશરે અઢી વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે, જ્યારે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન નથી મળ્યું. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. મનીષ પાંડેને તક આપવામાં આવી છે. એશિયા કપમાં સામેલ કરવામાં આવેલા ખલીલ અહમદને ફરી એક વાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે એશિયા કપમાં માત્ર એક મેચ રમી શક્યો હતો.
2/3
નવી દિલ્હી: ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે યોજાનારી વનડે સીરીઝની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એમએસકે પ્રસાદની આગાવાનીવાળી ભારતીય સીનિયર પસંદગી સમીતીએ ભારત-વેસ્ટઈન્ડિઝ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.