શોધખોળ કરો
Advertisement
ભારતની આ મહિલા ક્રિકેટરે વનડેમાં 10 વિકેટ ઝડપીને રચી દીધો ઈતિહાસ, જાણો વિગત
કાશ્વી ગૌતમે 4.5 ઓવરમાં 12 રન આપી 10 વિકેટ ઝડપી હતી. વિરોધી ટીમ માત્ર 25 રનમાં જ ઓલઆઉટ થઈ હતી હતી.
નવી દિલ્હી: ક્રિકેટ એક એવી રમત છે જે ભારતમાં સૌથી વધુ રમાઈ છે અને જોવામાં આવે છે. ક્રિકેટમાં દિવસે દિવસે નવા નવા રેકોર્ડ બનતા રહે છે. એક બાજુ વિરાટ એન્ડ કંપની ન્યૂઝીલેન્ડમાં સીરીઝ રમી રહી છે તો બીજી તરફ ટીમ ઈન્ડિયાની મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમી રહી છે. પરંતુ તેની વચ્ચે એક મહિલા ક્રિકેટરની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચંડીગઢની અંડર 19 વનડેની કેપ્ટન કાશ્વી ગૌતમે 10 વિકેટ લઈને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.
કાશ્વી ગૌતમે ઘરેલુ અંડર-19 વનડે ટ્રોફીમાં ચંડીગઢ અને અરુણાચલ વચ્ચે રમાયેલી મેચમાં એક ઈનિંગમાં 10 વિકેટ ઝડપી પોતાનું ઈતિહાસના પાના પર નોંધાવી દીધું છે, . તે મર્યાદિત ઓવરમાં આમ કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની છે. આ સિવાય કાશ્વીએ 49 રનની ઈનિંગ પણ રમી હતી .
Kashvee Gautam 10 WICKETS! (4.5-1-12-10), Arunachal Pradesh 25/10 @paytm #U19Oneday
— BCCI Women (@BCCIWomen) February 25, 2020
ચંડીગઢની કેપ્ટન કાશ્વી ગૌતમે 4.5 ઓવરમાં 12 રન આપી 10 વિકેટ ઝડપી હતી. વિરોધી ટીમ માત્ર 25 રનમાં જ ઓલઆઉટ થઈ હતી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચંડીગઢની ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion