ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે શાનદાર બેટિંગ કરી, પ્રથમ ટી20માં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૉફી ડિવાઇને સર્વાધિક 62 રન (48) ફટકાર્યા, જેમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા.
2/5
3/5
ભારત તરફથી અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, દિપ્તી શર્મા, પૂનમ યાદવને 1-1 વિકેટ મળી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે શાનદાર બૉલિંગનું પ્રદર્શન કરતાં તાહુહુએ 3, કાસ્પેરેક અને કેરને 2-2 વિકેટ ઝડપી હતી. આ સાથે કીવી મહિલા ટીમ સીરીઝમાં 1-0થી આગળ થઇ ગઇ છે.
4/5
કીવી મહિલા ટીમ તરફથી મળેલા 159 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે ધબડકો કર્યો અને 23 રને હાર થઇ હતી. ભારતીય મહિલા ટીમ એકપછી એક વિકેટ ગુમાવતા માત્ર 136 બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
5/5
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના વેસ્ટપેક સ્ટેડિયમ વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાની હાર થઇ છે. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ ભારતીય મહિલા ટીમને 23 રનથી હાર આપી છે.