હેમિલ્ટનઃ ભારતે મેચ જીતવા આપેલા 93 રનના લક્ષ્યાંકને યજમાન ન્યૂઝિલેન્ડે 14.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. તેની સાથે જ કિવી ટીમ ભારત સામે સૌથી વધારે બોલ બાકી રહ્યા હોય ત્યારે જીતનારી ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ન્યૂઝિલેન્ડે 212 બોલ બાકી હતા ત્યારે જ ભારતને હાર આપી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી રોસ ટેલરે 25 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બંને સફળતા ભુવનેશ્વર કુમારને મળી હતી. હેનરી નિકોલસ પણ 42 બોલમાં 30 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. બોલ્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
2/3
ચોથી વન ડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને 30.5 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે તેનો ન્યૂઝિલેન્ડ સામેનો સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયાના ચાર બેટ્સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ટીમ ઈન્ડિયા વતી યુઝવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ 18 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે 5, ગ્રાન્ડહોમે 3 તથા નિશામ અને એસ્ટલે 1-1વિકેટ લીધી હતી.
3/3
કોહલીની જગ્યાએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહેલા રોહિત શર્માની આ 200મી વન ડે મેચ હતી. ભારત તરફથી 200 કે તેથી વધારે વન ડે રમનારો તે 14મો ખેલાડી બની ગયો હતો. ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમમાં કોહલીની જગ્યાએ શુભમન ગિલ અને શમીના સ્થાને ખલીલ અહમદને સ્થાન આપવામાં આવ્યું હતું.