શોધખોળ કરો
Advertisement
INDvSA: મયંક અગ્રવાલે ફટકારી પ્રથમ બેવડી સદી, વીરેન્દ્ર સેહવાગના રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
મયંક અગ્રવાલે સાઉથ આફ્રિકા સામે જબરજસ્ત બેટિંગ કરતા પોતાના કેરિયરની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી. આ સાથે જ પૂર્વ ભારતીય ઓપનર સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી.
વિશાખાપટ્ટનમઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી સીરિઝની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં મયંક અગ્રવાલે તાબડતોડ ડબલ સેન્ચૂરી - 215 રન (371) અને રોહિત શર્માએ 176 રન (244) બનાવ્યા હતા. મયંકે આ ઈનિંગ દરમિયાન વિરેન્દ્ર સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી.
મયંક અગ્રવાલે જબરજસ્ત બેટિંગ કરતા પોતાના કેરિયરની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી. મંયકે 215 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે જ પૂર્વ ભારતીય ઓપનર સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી. તે દેશનો માત્ર બીજો બેટ્સમેન છે જેણે દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી.
આ પહેલા વિસ્ફટક બેટ્સમેન સેહવાગે દક્ષિણ આફ્રિકા સામે ડબલ સેન્ચૂરી મારી હતી. જો કે સેહવાગે પોતાની બેવડી સદીને ત્રેવડી સદીમાં ફરેવી દીધી હતી. સેહવાગે 2008માં ચેન્નઈમાં આ કારનામું કર્યું હતું. તેણે ત્યારે 319 રન બનાવ્યા હતા. જે તેમનો સર્વોચ્ચ સ્કોર છે.2️⃣0️⃣0️⃣* – WHAT A KNOCK! Mayank Agarwal brings up his maiden Test double century ???????? This is the 52nd 200-plus score for India in Test cricket ????
Follow #INDvSA live ????https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/we1MTcJJOT — ICC (@ICC) October 3, 2019
પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બન્ને સત્ર મયંક અગ્રવાલના નામે રહ્યા, પ્રથમ સેશનમાં પોતાની સદી પૂરી કરી અને બીજા સેસનમાં એ સદીને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. આ રીતે મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયા માટે 10 વર્ષ બાદ બેવડી સદી નોંધાવનાર સલામી બેટ્સમેન બની ગયો છે. 2009માં સેહવાગે શ્રીલંકા સામે 293 રન બનાવ્યા હતા. બેવડી સદી નોંધાવનાર મયંક ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. જેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદીને બેવડી સદીમાં ફેરવી દીધી. આ પહેલા દિગ્ગજ બેટ્સમેન દિલિપ સરદેસાઈ ન્યૂઝિલેન્ડ સામે (1965), વિનોદ કાંબલી(1993) અને કરૂણ નાયર (2016) આ કારનામું કરી ચુક્યા છે. કરૂણ નાયરે 303 રનોની ઇનિંગ રમી હતી.That's Lunch on Day 2 of the 1st @Paytm Test.#TeamIndia 324/1 (Mayank 138*, Pujara 6*) Updates - https://t.co/67i9pBSlAp #INDvSA pic.twitter.com/ejrrg83D2Z
— BCCI (@BCCI) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion