શોધખોળ કરો
Advertisement
IPL 2019: પહેલી ઓવરથી જ ફેસ માસ્ક પહેરીને ફિંલ્ડીંગ કરવા ઉતરેલી રૉબિન ઉથપ્પાને જોઇને ફેન્સ ચોંક્યા, કારણ છે ચોંકાવનારુ
મેચ રમાવવાની હતી તે પહેલા મેદાન પર વાવાઝોડુ આવ્યુ અને હવામાં ધૂળની ડમરીઓ ઉડીને ફેલાઇ ગઇ હતી. જોકે, મેચ ટાઇમસર ચાલુ થઇ હતી. આ સમયે ખેલાડીઓએ પોતાની કીટ પેક કરી દીધી
જયપુરઃ કોલકત્તાના ખેલાડી રૉબિન ઉથપ્પાએ રાજસ્થાન સામેની મેચમાં બધાને ચોંકાવી દીધા, જ્યારે કેકેઆર ફિલ્ડીંગ કરવા ઉતરી ત્યારે રૉબિન ઉથપ્પાએ ફેસ માસ્ક પહેર્યુ હતું, આને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા હતાં કેમકે ઉથપ્પા સિવાય અન્ય કોઇ ખેલાડીએ માસ્ક ન હતુ પહેર્યુ.
ખરેખર, રૉબિન ઉથપ્પાએ ફેસ માસ્ક કેમ પહેર્યુ તેના પાછળ ચોંકાવનારુ કારણ છે. જયપુરમાં જ્યારે મેચ રમાવવાની હતી તે પહેલા મેદાન પર વાવાઝોડુ આવ્યુ અને હવામાં ધૂળની ડમરીઓ ઉડીને ફેલાઇ ગઇ હતી. જોકે, મેચ ટાઇમસર ચાલુ થઇ હતી. આ સમયે ખેલાડીઓએ પોતાની કીટ પેક કરી દીધી. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ કામમાં જોડાઇ ગયુ અને તરતજ પીચ સહિતના ગ્રાઉન્ડને ઢાંકી દીધુ હતુ. આમ ધૂળની ડમરીએથી બચવા માટે રૉબિન ઉથપ્પા પહેલી ઓવરથી જ ફેસ માસ્ક પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેકેઆરે રાજસ્થાનને તેના ઘરમાં 8 વિકેટથી માત આપી હતી અને પૉઇન્ટ ટેબલમાં ટૉપનું સ્થાન મેળવી લીધુ હતુ. રાજસ્થાન રૉયલ્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા, જવાબમાં પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટરાઇડર્સે 13.5 ઓવરમાં જ 2 વિકેટના નુકશાને લક્ષ્યને પ્રાપ્ત કરી લીધુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement