શોધખોળ કરો
Advertisement
IPL 2019: હૈદરાબાદે ચેન્નઇને 6 વિકેટથી આપી હાર, બેરિસ્ટોના અણનમ 61 રન
સીએસકે તરફથી આજે ધોનીને આરામ આપવામાં આવ્યો હતો. ધોનીના બદલે રૈના કેપ્ટનશિપ કરી હતી
નવી દિલ્હીઃ આઈપીએલની 33મી મેચ આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી હતા. ચેન્નઇએ સનરાઇઝર્સને મેચ જીતવા આપેલા 133 રનના લક્ષ્યાકંને 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. સનરાઇઝર્સ તરફથી વોર્નરે 25 બોલમાં 50 તથા બરિસ્ટોએ 44 બોલમાં અણનમ 61 રન ફટકાર્યા હતા. સીએસકે તરફથી ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.
ધોનીની ગેરહાજરીમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. સીએસકેના ઓપનર શેન વોટ્સન અને ફાફ ડુપ્લેસિસે 9.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. જે બાદ કોઇ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા. વોટસને 31 અને ડુપ્લેસિસે 31 બોલમાં 45 રન બનાવ્યા હતા. રાયડુ 21 બોલમાં 25 અને જાડેજા 20 બોલમાં 10 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. સનરાઇઝર્સ તરફથી રાશિદ ખાને 17 રનમાં 2 વિકેટ લીધી હતી.Bairstow finishes it off in style for the @SunRisers as they win by 6 wickets here at their home ground.#SRHvCSK pic.twitter.com/TIC75863Pl
— IndianPremierLeague (@IPL) April 17, 2019
સીએસકે તરફથી આજે ધોનીને આરામ આપવામાં આવ્યો છે. ધોનીના બદલે રૈના કેપ્ટનશિપ કરી રહ્યો છે. બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
The @SunRisers restrict #CSK to a total of 132/5. Who do you reckon is taking this one home tonight?#SRHvCSK pic.twitter.com/3tgAarWfPC— IndianPremierLeague (@IPL) April 17, 2019
A look at the Playing XI for #SRHvCSK pic.twitter.com/hTz2Xq0BKS
— IndianPremierLeague (@IPL) April 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion