શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2020: આઈપીએલમાં ધોનીથી મોંઘો કેપ્ટન છે કોહલી, સ્મિથની સેલરી સાંભળીને ચોંકી જશો
19 સપ્ટેમ્બરથી આઈપીએલ શરૂ થશે.
નવી દિલ્હીઃ 19 સપ્ટેમ્બરથી આઈપીએલ શરૂ થશે. કોરોના મહામારી સંકટના કારણે આ વખતે આઈપીએલ માર્ચ-એપ્રિલના બદલે સપ્ટેમ્બરમાં દુબઈમાં યોજાઈ રહી છે. તમામ ટીમો દુબઈ પહોંચી ચુકી છે.
આવો જાણીએ આઈપીએલમાં કયા કેપ્ટનને કેટલી મળે છે સેલરી
વિરાટ કોહલીઃ આરસીબીનો કેપ્ટન કોહલી એક વખત ટીમને વિજેતા બનાવી શક્યો નથી. તેમ છતાં 17 કરોડ રૂપિયા મળે છે.
મહેન્દ્ર સિંહઃ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં વિજેતા બની ચુક્યું છે. ધોનીને 15 કરોડ રૂપિયા મળશે. ભારતનો સફળ કેપ્ટન પૈકીનો એક ધોનીની ગણના આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીમાં થાય છે.
રોહિત શર્માઃ આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને 2013, 2015, 2017, 2019માં વિજેતા બનાવી ચુક્યો છે. વિશ્વના સૌથી વિસ્ફોટક ઓપનર્સ પૈકીના એક રોહિત શર્માને આ સીઝનમાં 15 કરોડ રૂપિયા મળશે.
ડેવિડ વોર્નરઃ સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન વોર્નર 2016માં ટીમને વિજેતા બનાવી ચુક્યો છે. આ કાંગારુ ખેલાડીને 12.5 કરોડ રૂપિયા મળશે.
સ્ટીવ સ્મિથઃ 2018માં બોલ ટેંપરિંગના કારણે ઓસ્ટ્રેલિયાની સાથે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ કરનારા સ્ટિવ સ્મિથને આ વખતે 12 કરોડ રૂપિયા મળશે. 2008માં રાજસ્થાન રોયલ્સે પ્રથમ વખત શેન વોર્નની કેપ્ટનશિપમાં ખિતાબ જીત્યો હતો. જે બાદ તેનું પ્રદર્શન કથળ્યું છે.
કેએલ રાહુલઃ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રાહુલ પ્રથમ વાર કેપ્ટનશિપ કરતો જોવા મળશે. વિસ્ફોટક ટી20 ઓપનરને 11 કરોડ રૂપિયા મળશે.
દિનેશ કાર્તિકઃ બે વખત આઈપીએલ વિજેતા બનનારી કોલકાતા નાઇટ રાઇડર્સની કમાન કાર્તિકના હાથમાં છે. તેને 7.4 કરોડ રૂપિયા મળશે.
શ્રેયસ ઐય્યરઃ દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટનશિપ માટે યુવા ખેલાડી શ્રેયસ ઐયર પર ભરોસો મુકવામાં આવ્યો છે. તેને 7 કરોડ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion