શોધખોળ કરો

ધોનીની ટીમમાં થયો મોટો ફેરફાર, CSK સાથે જોડાયો આ ઓસ્ટ્રેલિયન ધૂરંધર, જાણો વિગતે

સીએસકેના સ્ટાર ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડે (Josh Hazlewood) આઇપીએલની 14મી સિઝનથી બહાર રહેવાનો ફેંસલો કર્યો હતો. જૉસ હેઝલવુડે (Josh Hazlewood) બાયૉ બબલમાં રહીને બે મહિના આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવાને પ્રાથમિકતા આપી છે.  

નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2021) લીગની 14મી સિઝનની શરૂઆત આજથી થઇ રહી છે. સિઝનની શરૂઆત પહેલા ધોનીની (Dhoni) ચેન્નાઇ સુપર કિંગ્સમાં (CSK) જબરદસ્ત મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. સીએસકેની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાન ધૂરંધર બૉલર જોડાઇ ગયો છે. શુક્રવારે સીએસકેએ જૉસ હેઝલવુડના (Josh Hazlewood) રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇ સુપર કિંગ્સે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જેસન બેહરનડોર્ફને (Jason Behrendorff) ટીમમાં સામેલ કર્યો છે. 

સીએસકેના સ્ટાર ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડે (Josh Hazlewood) આઇપીએલની 14મી સિઝનથી બહાર રહેવાનો ફેંસલો કર્યો હતો. જૉસ હેઝલવુડે (Josh Hazlewood) બાયૉ બબલમાં રહીને બે મહિના આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવાને પ્રાથમિકતા આપી છે.  જૉસ હેઝલવુડે આઇપીએલ 2021ની સિઝનમાંથી પોતાનુ નામ પાછુ ખેંચીને બધાને ચોંકાવી દીધા હતા.

છેલ્લા કેટલાય સમયથી ધોનીની (Dhoni) ટીમ જૉસ હેઝલવુડના રિપ્લેસમેન્ટની શોધ કરી રહી હતી. શુક્રવારે આઇપીએલની વેબસાઇટ પર આ વાતની જાણકારી મળી કે ચેન્નાઇ સુપર કિંગ્સે જૉસ હેઝલવુડના રિપ્લેસમેન્ટ તરીકે જેસન બેહરનડોર્ફને ટીમમાં સામેલ કર્યો છે. 

ધોનીની ટીમમાં થયો મોટો ફેરફાર, CSK સાથે જોડાયો આ ઓસ્ટ્રેલિયન ધૂરંધર, જાણો વિગતે

મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં રમી ચૂક્યો છે બેહરનડોર્ફ....
બેહરનડોર્ફ બીજીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ બનવા જઇ રહ્યો છે. બેહરનડોર્ફ આ પહેલા 2019મા મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો ભાગ હતો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેચ રમતા બેહરનડોર્ફે પાંચ વિકેટ ઝડપી હતી. 30 વર્ષના બેહરનડોર્ફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હજુ પોતાના શરૂઆતી સફરમાં જ છે. બેહરનડોર્ફે અત્યાર સુધી 11 વનડે અને 7 ટી20 મેચો રમી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા બેહરનડોર્ફ 23 વિકેટ ઝડપી ચૂક્યો છે.  

ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની નજર ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરવા પર છે. ગઇ સિઝનમાં આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર ધોનીની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ વાર આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget