શોધખોળ કરો

IPL 2024: આ સિઝનમાં કરોડોમાં વેચાયેલા આ પાંચ ખેલાડીઓને નથી મળી રહી ટીમમાં જગ્યા, જુઓ અહીં....

કેટલાક ખેલાડીઓ એવા છે જેમને આ સિઝનમાં 7 કરોડ રૂપિયાથી વધુનો કૉન્ટ્રાક્ટ મળ્યો છે, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નથી મળી રહી

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ પર લાખો નહીં પણ કરોડોનો સટ્ટો લગાવવામાં આવે છે. IPL 2024માં 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવી રહ્યાં છે, પરંતુ શું તમે જાણો છો કે આ આઈપીએલમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેની કિંમત કરોડોમાં છે, કરોડોમાં વેચાયા છતાં તેમને આ સિઝનમાં રમવાનો મોકો નથી મળી રહ્યો. 

કેટલાક ખેલાડીઓ એવા છે જેમને આ સિઝનમાં 7 કરોડ રૂપિયાથી વધુનો કૉન્ટ્રાક્ટ મળ્યો છે, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નથી મળી રહી. તેવી જ રીતે ઘણા એવા ખેલાડીઓ છે જેમને માત્ર એક મેચમાં તક આપવામાં આવ્યા બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ ખેલાડીઓને હવે બેન્ચ પર બેસવાની ફરજ પડી છે.

8 કરોડમાં વેચાયો રિલે રોસો, એક પણ મેચ નથી રમ્યો - 
IPL 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બર 2023ના રોજ થઈ હતી. આ હરાજીમાં 11 ખેલાડીઓ પર 7 કરોડ રૂપિયાથી વધુનો સટ્ટો લગાવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ 11માંથી માત્ર 3-4 ખેલાડી એવા છે જે IPLમાં સતત રમી રહ્યા છે. બીજી તરફ 8 કરોડમાં વેચાયેલી રિલી રોસોને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. 34 વર્ષીય રિલી રોસો હાલમાં પંજાબ કિંગ્સ ટીમનો સભ્ય છે. રિલે રોસો દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર છે.

7.40 કરોડમાં શાહરૂખ, માત્ર એક જ મેચ રમવા મળી 
IPLની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે શાહરૂખ ખાનને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાહરૂખ પોતાની ટીમનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી છે. ભારતીય ખેલાડીઓમાં માત્ર રાહુલ તેવટિયા (9 કરોડ) અને શુભમન ગિલ (8 કરોડ) તેમના કરતા મોંઘા છે, પરંતુ આટલી મોટી કિંમત ચૂકવવા છતાં ગુજરાત ટાઇટન્સે શાહરૂખ ખાનને વધુ તક આપી નથી. તેને માત્ર એક જ મેચ (વિ. રાજસ્થાન રોયલ્સ)માં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં તેણે 14 રન બનાવ્યા હતા.

દિલ્હીએ કુમાર કુશાગ્રને 7.20 કરોડમાં ખરીદ્યો 
આઈપીએલની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે કુમાર કુશાગરને 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કુશાગ્ર દિલ્હી કેપિટલ્સનો ચોથો સૌથી મોંઘો ખેલાડી છે. માત્ર ત્રણ ખેલાડીઓ ઋષભ પંત, અક્ષર પટેલ અને પૃથ્વી શૉને તેના કરતા વધુ ભાવ મળે છે, આટલી મોટી કિંમત હોવા છતાં કુમાર કુશાગ્રને ઘણી તકો મળી નથી. તેને માત્ર એક જ મેચમાં તક મળી (મુંબઈ સામે), જેમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.

આ સિઝનમાં વધુ મોકો મળવાનો નથી.... 
કુમાર કુશાગ્રને ભવિષ્યની મેચોમાં તક મળવાની બહુ આશા નથી, કારણ કે તે એક નિષ્ણાત વિકેટકીપર બેટ્સમેન છે. કુમાર કુશાગ્ર પર આટલી મોટી બોલી લગાવવાનું એક કારણ એ હતું કે જ્યારે હરાજી થઈ ત્યારે રિષભ પંત સંપૂર્ણપણે ફિટ નહોતો. આ કારણોસર દિલ્હી કેપિટલ્સે પ્લાન B હેઠળ કુમાર પર મોટી બોલી લગાવી હતી. પરંતુ હવે પંત માત્ર ફિટ જ નથી પણ ફોર્મમાં પણ છે. તેથી કુમારે પોતાના વારાની રાહ જોવી પડશે.

મોઇન અલી પણ છે પ્લેઇંગ ઇલેવનમાથી બહાર 
ઈંગ્લેન્ડનો મોઈન અલી પણ તે ખેલાડીઓમાં સામેલ છે જેમને આઈપીએલ 2024માં માત્ર એક જ મેચ રમવાની તક મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. મોઈન અલીએ તેનો ફાયદો ઉઠાવ્યો અને પોતાની ટીમ માટે 2 વિકેટ લીધી. જો કે, તેનો બેટિંગ કરવાનો વારો આવ્યો ન હતો ચેન્નાઈ સુપર કિંગ્સે મોઈન અલીને 8 કરોડમાં ખરીદ્યો હતો.

રૉમવેન પૉવેલ 5 મેચ બાદ મળ્યો મોકો 
વેસ્ટ ઈન્ડિઝના રૉવમેન પોવેલને પણ આઈપીએલની હરાજીમાં ઘણા પૈસા મળ્યા હતા, પરંતુ તેને પણ માત્ર એક જ વાર મેદાનમાં ઉતરવાની તક મળી હતી. રાજસ્થાન રોયલ્સે રૉવમેન પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી રહી નથી. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી રાજસ્થાન રોયલ્સે ટૂર્નામેન્ટની તેની પ્રથમ 5 મેચમાં પોવેલને તક આપી ન હતી. તેને પંજાબ કિંગ્સ સામેની છઠ્ઠી મેચમાં તક આપવામાં આવી હતી, જેમાં તેણે 11 રન બનાવ્યા હતા.

ગ્રીન-જોસેફ બહાર, મિશેલ પર લટકી તલવાર 
IPL 2024 માટે યોજાયેલી હરાજીમાં 10 કરોડ રૂપિયાથી વધુમાં વેચાયેલા 4-5 ખેલાડીઓની હાલત પણ ખરાબ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેમેરોન ગ્રીન (17.50 કરોડ) અને અલઝારી જોસેફ (11.50 કરોડ) પર મોટો દાવ લગાવ્યો હતો, પરંતુ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા ન હોવાને કારણે, તેઓએ બંનેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ડેરીલ મિશેલ (14 કરોડ)નું પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવાનું જોખમ છે. 11 કરોડની કિંમતનો ગ્લેન મેક્સવેલ ટૂર્નામેન્ટમાં 6 મેચમાં માત્ર 32 રન જ બનાવી શક્યો છે અને આગામી મેચમાં તે બેન્ચ પર બેઠો જોવા મળે તો નવાઈ નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Embed widget