CSK vs MI: રોહિત શર્મા ફરી શૂન્ય રન પર આઉટ, બનાવ્યો આઇપીએલનો સૌથી શરમજનક રેકોર્ડ
ખરાબ ફોર્મમાં રહેલા રોહિતે આજે તેના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો
![CSK vs MI: રોહિત શર્મા ફરી શૂન્ય રન પર આઉટ, બનાવ્યો આઇપીએલનો સૌથી શરમજનક રેકોર્ડ CSK vs MI: Rohit Sharma breaks record for most ducks in IPL CSK vs MI: રોહિત શર્મા ફરી શૂન્ય રન પર આઉટ, બનાવ્યો આઇપીએલનો સૌથી શરમજનક રેકોર્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/06/2e9837156c45dc46962749179c90ab57168338377272874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CSK vs MI, IPL 2023, Rohit Sharma: IPL 2023 ની 49મી મેચ આજે MA ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈ ખાતે રમાઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 139 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં 140 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.
💔 in Chennai#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/95a7CtKyCD
— Mumbai Indians (@mipaltan) May 6, 2023
રોહિત શર્માનું ખરાબ ફોર્મ યથાવત
ખરાબ ફોર્મમાં રહેલા રોહિતે આજે તેના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો. તે ઓપનિંગને બદલે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ આ પછી પણ તેનું ભાગ્ય બદલાયું નહોતું. બીજી ઓવરમાં કેમરૂન ગ્રીનના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલો રોહિત વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો. ત્રીજી ઓવરના 5માં બોલ પર દીપક ચહરે રોહિતને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોહિતે 3 બોલનો સામનો કર્યો અને ખાતું પણ ખોલાવી શક્યો નહીં.
આ શરમજનક રેકોર્ડ બનાવ્યો
આજની મેચમાં રોહિતે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે IPLમાં સૌથી વધુ વખત (16 વખત) ડકનો શિકાર બન્યો છે. આ યાદીમાં બીજા નંબર પર સુનીલ નરેન છે. ત્રીજા નંબર પર મનદીપ સિંહ અને ચોથા નંબર પર દિનેશ કાર્તિક છે. વર્તમાન સીઝનમાં રોહિત અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે 10 મેચની 10 ઇનિંગ્સમાં 18.40ની એવરેજ અને 126.89ની સ્ટ્રાઇક રેટથી 184 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડી
16 - રોહિત શર્મા
15 - સુનીલ નરેન
15 - મનદીપ સિંહ
15 - દિનેશ કાર્તિક
આ મેચમાં એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા અને મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ સીઝનમાં ચેન્નઇની આ છઠ્ઠી જીત છે અને ટીમના હવે 13 પોઈન્ટ છે.
140 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત સારી રહી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવેએ પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી નોંધાવી હતી. પિયુષ ચાવલાએ 5મી ઓવરના પહેલા બોલ પર ચેન્નઈને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે ઋતુરાજને ઈશાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગાયકવાડે 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)