DC vs PBKS: દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે મુકાબલો, જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?
દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાના કુલ પાંચ પોઝિટીલ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિત મિચેલ માર્શને સોમવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

Delhi Capitals vs Punjab Kings Playing 11: ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાં આજે કોરોના સામે લડી રહેલી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાશે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચના રેકોર્ડની વાત કરીએ તો પંજાબનું પલડુ ભારે છે. પંજાબ કિંગ્સ 15-13થી આગળ છે.
મિચેલ માર્શ વિના ઉતરશે દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાના કુલ પાંચ પોઝિટીલ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિત મિચેલ માર્શને સોમવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આજની મેચમાં માર્શના સ્થાને ન્યૂઝિલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ટિમ સિફર્ટને સામેલ કરવામાં આવી શકે છે.
આ મેચમાં પંજાબ કિગ્સ મજબૂત સ્થિતિમાં રહેશે. પંજાબ પાસે મયંક અગ્રવાલ, શિખર ધવન, લિયામ લિવિગસ્ટોન અને જોની બેયરસ્ટો જેવા બેટ્સમેન છે. જ્યારે બોલિંગની વાત કરીએ તો કગીસો રબાડા, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ જેવા મેચ વિનર છે. એવામાં પંજાબની ટીમ મજબૂત લાગી રહી છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ટીમ સીફર્ટ-એનરિટ નોર્ટર્ઝે, ઋષભ પંત, પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહમદ
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, કગિસો રબાડા, રાહુલ ચહર, વૈભર અરોરા, અર્શદીપ સિંહ



















