શોધખોળ કરો

GT vs MI Live Streaming: ગુજરાત અને મુંબઇ વચ્ચે આજે થશે ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન?

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની સફર આસાન રહી નથી.

Gujarat Titans vs Mumbai Indians Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 35મી મેચ આજે (25 એપ્રિલ) ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજાશે. આ મેચમાં મુંબઈની ટીમ જીત તરફ વાપસી કરવા ઈચ્છશે. રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત નોંધાવી હતી. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

મુંબઈની સફર આસાન રહી નથી

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની સફર આસાન રહી નથી. આ સીઝનમાં રોહિત શર્માની ટીમે સતત 2 હાર સાથે શરૂઆત કરી હતી. પરંતુ મુંબઈએ પછીની ત્રણ મેચ જીતીને જોરદાર વાપસી કરી હતી. પરંતુ 22 એપ્રિલે પંજાબ સામેની મેચમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. IPL 2023માં હાર્દિક પંડ્યાની ટીમ અત્યાર સુધી 6 મેચ રમી છે જેમાંથી 4માં જીત અને 2માં હાર થઈ છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાતની ટીમ ચોથા નંબર પર છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમા નંબર પર છે.

બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ

રિદ્ધિમાન સહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, મોહિત શર્મા.

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટીમ ડેવિડ, તિલક વર્મા, અર્જુન તેંડુલકર, ઋતિક શોકીન, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ.

IPL 2023: દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને સાત રનથી હરાવ્યું, મુકેશ કુમારે અંતિમ ઓવરમાં કર્યો કમાલ

DC vs SRH Match Highlights: દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 રનથી હરાવ્યું હતું. દિલ્હીએ સનરાઇઝર્સે હૈદરાબાદ સામે મેચ જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઓપનર મયંક અગ્રવાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 39 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ સિવાય હેનરી ક્લાસને 19 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે 15 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget