IPL 2022: ગુજરાત અને ચેન્નાઈની મેચ દરમિયાન BCCIએ એન્ડ્રુ સાયમન્ડ્સને આ રીતે યાદ કર્યો, જુઓ વીડિયો
CSK vs GT: આજે બપોરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એન્ડ્રુ સાયમન્ડ્સને BCCI દ્વારા ખાસ યાદ કરવામાં આવ્યો હતો.
Tribute to Andrew Symonds: આજે બપોરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એન્ડ્રુ સાયમન્ડ્સને BCCI દ્વારા ખાસ યાદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. વિશ્વ કિર્કેટ તરફથી સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચમાં ચેન્નાઈ પહેલાં બેટિંગ કરવા ઉતરી હતી. આ દરમિયાન એન્ડ્રુ સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એન્ડ્રુ સાયમન્ડ્સને યાદ કરતાં તેણે ક્રિકેટમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. IPLના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરેલા વીડિયોમાં માહિતી આપવામાં આવી કે, એન્ડ્રુ સાયમન્ડ્સના સન્માનમાં GT અને CSKની આજની મેચમાં બંને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમી રહ્યા છે.
Rest In Peace, Andrew Symonds.
— IndianPremierLeague (@IPL) May 15, 2022
Your presence around the game will be missed. 🙏@ChennaiIPL and @gujarat_titans will be wearing black armbands to pay their respects to Andrew Symonds. pic.twitter.com/X9bLS3mrvO
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાયમન્ડ્સના નિધન બાદ વિશ્વ ક્રિકેટે શોક વ્યક્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ મહાન ખેલાડીઓ ગુમાવ્યા છે. સાયમન્ડ્સ પહેલા માર્ચમાં શેન વોર્ન અને રોડ માર્શનું અવસાન થયું હતું. સાયમન્ડ્સની વાત કરીએ તો તે ખૂબ જ લોકપ્રિય ખેલાડી રહ્યો છે.