Thomas Cup 2022 Winner: ભારતે રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીત્યો થોમસ કપ; ફાઇનલમાં 14 વખતના ચેમ્પિયનને ચટાવી ધૂળ
Thomas Cup Final: ભારતે બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ થોમસ કપ પર કબજો કરી લીધો છે. ભારતે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે.
Thomas Cup 2022 Final: ભારતે બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ થોમસ કપ પર કબજો કરી લીધો છે. ભારતે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવી થોમસ કપ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. લક્ષ્ય સેન, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી અને કિદામ્બી શ્રીકાંત દ્વારા ભારત ચેમ્પિયન બન્યું છે. ખેલ મંત્રાલયે થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ પીએમ મોદીએ વિજેતા ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રથમ મેચમાં, વિશ્વના 9 નંબરના શટલર લક્ષ્ય સેને પુરૂષ સિંગલ્સ વર્ગમાં વિશ્વના ચોથા નંબરના એન્થોની સિનિસુકા ગિંટીંગને હરાવ્યો હતો, જ્યારે બીજી મેચમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇન્ડોનેશિયાના કેવિન સંજય અને મોહમ્મદ અહેસાનને પુરૂષ ડબલ્સમાં હરાવ્યા હતા.
The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons.
— Narendra Modi (@narendramodi) May 15, 2022
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ડબલ્સ મેચમાં ઈન્ડોનેશિયાના મોહમ્મદ એહસાન અને કેવિન સંજયને 18-21, 23-21 અને 21-19થી પરાજય આપ્યો હતો. પ્રથમ ગેમમાં પાછળ પડ્યા બાદ સાત્વિક અને ચિરાગે બીજી ગેમમાં રોમાંચક વાપસી કરી હતી. બીજી ગેમ ટાઈ રહી હતી, પરંતુ અહીંથી ભારતીય જોડી પોતાના પક્ષમાં રહી હતી. આ પછી આ જોડીએ ત્રીજી ગેમ 21-19થી જીતીને મેચ 2-1થી જીતી લીધી હતી.
આ પણ વાંચોઃ
Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા
બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત