IPLમાં આજે કોલકત્તા સામે હૈદરાબાદની ટક્કર, કેવી છે પીચ ને કોણ છે જીત માટે ફેવરેટ, જાણો.......
આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન બેટ્સમેનો માટે એકદમ અનુકુળ રહે છે. અહીં 177 રન સૌથી ઓછો સ્કૉર છે. આ ઉપરાંત લાઇટમાં લક્ષ્યનો પીછો કરવો આસાન બની જાય છે.
KKR VS SRH: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર ટક્કર જોવ મળશે. એકબાજુ શ્રેયસ અય્યરની કેકેઆર છે જે છેલ્લી મેચમાં દિલ્હી સામે હારનો સામનો કરી ચૂકી છે, જ્યારે બીજીબાજુ કેન વિલિયમસનની હૈદરાબાદની ટીમ છે જે છેલ્લી બે મેચોમાં જીત સાથે આજે મેદાનમાં ઉતરશે. જાણો આજની મેચમાં કોલકત્તા અને હૈદરાબાદમાંથી કોનુ પલડુ છે ભારે ને પીચ કોને કરશે મદદ..........
પિચ રિપોર્ટ -
આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન બેટ્સમેનો માટે એકદમ અનુકુળ રહે છે. અહીં 177 રન સૌથી ઓછો સ્કૉર છે. આ ઉપરાંત લાઇટમાં લક્ષ્યનો પીછો કરવો આસાન બની જાય છે. આવામાં કોઇપણ ટીમ ટૉસ જીતીને બૉલિંગ કરવાનુ જ પસંદ કરશે.
કઇ ટીમ છે જીત માટે ફેવરેટ -
ભલે આઇપીએલમાં છેલ્લી માચેમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હારી ગઇ હોય, પરંતુ તે હજુ પણ એક સારી ટીમ છે. હૈદરાબાદ હજુ પણ સંઘર્ષ કરતી દેખાઇ રહી છે. આવામાં આજની મેચમાં શ્રેયય અય્યરની કેકેઆરની પાસે જીત હાંસલ કરીને વિનિંગ ટ્રેક પર પાછી ફરવાનો બેસ્ટ મોકો છે.
પૉઇન્ટ ટેબલમાં બન્નેની શું છે સ્થિતિ -
ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની વાત કરીઓ તે શ્રેયસ અય્યરની આગેવાની વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 5 મેચો રમી છે, જેમાં 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. કેકેઆર 6 પૉઇન્ટ અને +0.446 એવરેજથી પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. વળી હૈદરાબાદની વાત કરીએ તો કેન વિલિયમસનની ટીમે આ સિઝનમાં 4 મેચો રમી છે જેમાંથી 2માં જીત અને 2માં હાર મળી છે, હૈદરાબાદ -0.501ની એવરેજ સાથે 4 પૉઇન્ટ મેળવીને પૉઇન્ટે ટેબલમાં 8માં નંબરે છે.
આ પણ વાંચો.......
આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના
અમદાવાદમા અસદુદ્દીન ઔવેસીનો કરાયો વિરોધ, સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી કર્યો સૂત્રોચ્ચાર
મધ્યમવર્ગને મોંઘવારીનો મારઃ કપાસિયા અને સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો હવે એક ડબ્બો કેટલામાં મળશે
હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”