રોહિત શર્માના હાથમાં છે RCBની પ્લેઓફમાં પહોંચવાની ચાવી, વિજય માલ્યાનુ 10 વર્ષ જુનુ ટ્વીટ વાયરલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હાલની સિઝનમાં પ્લેઓફની રેસ એકદમ રોમાંચક બની ગઇ છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની કિસ્મત હવે મુંબઇ ઇન્ડિયન્સના હાથમાં છે.
IPL 2020: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હાલની સિઝનમાં પ્લેઓફની રેસ એકદમ રોમાંચક બની ગઇ છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની કિસ્મત હવે મુંબઇ ઇન્ડિયન્સના હાથમાં છે. જો મુંબઇની શનિવારે (21 મે)એ પોતાની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે હાર થશે તો આરસીબીનો સફર ખતમ થઇ જશે, અને જો જીત થશે તો ફાક ડૂ પ્લેસીસીની કેપ્ટનશીપ વાળી RCB પ્લેઓફમાં પહોંચી જશે.
વિજય માલ્યુનુ જુનુ ટ્વીટ વાયરલ -
આ મેચ પહેલા ટ્વીટર પર વિજય માલ્યુનુ 10 વર્ષ જુનુ ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે. આ દરમિયાન તેને ટ્વીટ કર્યુ હતુ, મારા હિસાબે આઇપીએલ હરાજીમાં સૌથી સારી ખરીદ મુંબઇ ઇન્ડિયન્સે કરી છે. તેને શાનદાર ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. ફેન્સ પણ હવે વિજય માલ્યાની આ ટ્વીટ પર જવાબ આપી રહ્યાં છે.
In my view d best buys in d IPL auction were executed by d Mumbai Indians. They clearly hv d finest squad of players. Congrats Nita bhabi.
— Vijay Mallya (@TheVijayMallya) February 5, 2012
ઉલ્લેખનીય છે કે ગઇ મેચમાં વિરાટ કોહલીના 73 રને અને મેક્સવેલના અણનમ 40 રનના દમ પર આરસીબીએ ગુજરાત ટાઇટન્સ પર મોટી જીત મેળવી હતી, પરંતુ ટીમ હજુ પણ નેટ રનરેટમાં પાછળ છે. જોકે, હવે ટીમની તમામ આશા ઋષભ પંતની આગેવાની વાળી દિલ્હી કેપિટલ્સની હાર પર ટકેલી છે. દિલ્હીની છેલ્લી મેચ મુંબઇ ઇન્ડિયન્સ સામે રમવાની છે.
વળી, બીજીબાજુ દિલ્હીના મુખ્ય કૉચ રિકી પોન્ટિંગે શુક્રવારે મુંબઇ વિરુદ્ધ મહત્વની જીત માટે આશા વ્યક્ત કરી છે, પોન્ટિંગે પોતાની ટીમ પર પુરેપુરો વિશ્વાસ રાખ્યો છે, તેને કહ્યું કે - મને મારા ખેલાડીઓ પર પુરેપુરો વિશ્વાસ છે કે તે શનિવારે બેસ્ટ પ્રદર્શન કરશે, મુંબઇ સામે જીત મેળવીને પ્લેઓફમાં જરૂર પહોંચશે.
Rcb fans to malya pic.twitter.com/jZ8OgoO8Uj
— Sumit (@sumittkar) May 20, 2022
He was truly visionary
— Rick Sorkin (@tejasbhalerao) May 20, 2022
MI won 5 titles after that 🫡 https://t.co/zbgPbXicAN
Rcb fans to malya pic.twitter.com/jZ8OgoO8Uj
— Sumit (@sumittkar) May 20, 2022
--
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો