GT vs DC: આવી હોઇ શકે છે ગુજરાત અને દિલ્હીની પ્લેઇંગ ઇલેવન, જાણો પીચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
હાલમાં, દિલ્હી 6માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 6માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે
![GT vs DC: આવી હોઇ શકે છે ગુજરાત અને દિલ્હીની પ્લેઇંગ ઇલેવન, જાણો પીચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન IPL 2024 GT vs DC Details News: ipl 2024 gt vs dc probable playing xi match prediction and narendra modi stadium pitch report GT vs DC: આવી હોઇ શકે છે ગુજરાત અને દિલ્હીની પ્લેઇંગ ઇલેવન, જાણો પીચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/17/f8bb8d2fc57e5af02e0c7cb44df3c9d5171333335090277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2024 GT vs DC: આજે (17 એપ્રિલ, બુધવાર) IPL 2024 ની મેચ નંબર 32 માં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો એકબીજા સામે ટકરાશે. બંને વચ્ચેની આ ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. ખરાબ હાલતમાં રહેલી દિલ્હીની ટીમ આ મેચ કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે. બીજીબાજુ ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતીને પોતાને ટોપ-4ની નજીક લઇ જવા ઇચ્છશે. બંને વચ્ચે રમાનારી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
હાલમાં, દિલ્હી 6માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 6માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન અને મેચની આગાહી શું હશે. આ સિવાય મેચમાં પિચનું વર્તન કેવું રહેશે.
પીચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. અહીંની પીચ પ્રથમ બે મેચમાં થોડી ધીમી દેખાઈ હતી, પરંતુ ત્રીજી મેચમાં ભારે વરસાદ થયો હતો. ત્રીજી મેચમાં 40 ઓવરમાં કુલ 399 રન બનાવ્યા હતા. ગુજરાત અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી આજની મેચમાં પીચ બેટ્સમેનો માટે મદદગાર સાબિત થઈ શકે છે. જોકે, સ્પિનરોને અહીં મદદ મળી શકે છે. આ સિવાય કટર અને સ્લોઅર પર સારી કમાન્ડ ધરાવતા ફાસ્ટ બોલરોને પણ આ પીચની મદદ મળી શકે છે. આ જમીન પર બે પ્રકારની પિચ છે, લાલ અને કાળી માટી. કાળી માટીનો ટ્રેક થોડો ધીમો છે.
મેચ પ્રિડિક્શન
ગુજરાત ટાઇટન્સનું અત્યાર સુધીની સિઝનમાં મિશ્ર પ્રદર્શન રહ્યું છે. બીજીબાજુ દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમારું અનુમાન મીટર કહે છે કે ગુજરાતની ટીમ આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ પર પ્રભુત્વ જમાવતી જોવા મળી શકે છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, જેક ફ્રેઝર-મેકગર્ક, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર- અભિષેક પોરેલ.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગીલ (કેપ્ટન), મેથ્યુ વેડ (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, સાઈ કિશોર, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન.
ઈમ્પેક્ટ પ્લેયર- શાહરૂખ ખાન.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)