શોધખોળ કરો

RCBએ મુંબઈનો કિલ્લો તોડ્યો, વાનખેડેમાં ૧૦ વર્ષ પછી જીત; હાર્દિક-તિલકની તોફાની ઇનિંગ્સ કામ ન આવી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મુકાબલામાં ૧૨ રને હરાવ્યું, હાર્દિક પંડ્યા અને તિલક વર્માના અર્ધસતકો છતાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો.

RCB vs MI IPL 2025 Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક દાયકા બાદ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. IPL 2025ની આ રોમાંચક મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને ૧૨ રને પરાજય આપ્યો હતો. એક સમયે હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની બેટિંગને કારણે મુંબઈની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં મેચ પલટાઈ ગયો હતો.

પ્રથમ બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રજત પાટીદાર અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી ૨૨૧ રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી અને ૧૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને માત્ર ૯૯ રન જ બનાવી શકી હતી. જો કે, ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ માત્ર ૧૫ બોલમાં ૪૨ રન અને તિલક વર્માએ ૨૯ બોલમાં ૫૬ રનની તોફાની ઇનિંગ રમીને મેચમાં રોમાંચ લાવી દીધો હતો. આ બંને બેટ્સમેનો આઉટ થતાં જ RCBની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.

૨૨૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઈની શરૂઆત સારી નહોતી રહી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રોહિત શર્મા માત્ર ૯ બોલમાં ૧૭ રન બનાવીને યશ દયાલનો શિકાર બન્યા હતા. ત્યારબાદ રેયાન રિકલટન પણ ૧૯ બોલમાં ૧૭ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ૩૮ રનમાં બે વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ પર ટીમનો મદાર હતો. જો કે, સૂર્યા પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો અને ૨૬ બોલમાં ૨૮ રન બનાવીને આઉટ થયો હતો. તે પહેલાં વિલ જેક્સે ૧૮ બોલમાં ૨૨ રનનું યોગદાન આપ્યું હતું.

૯૯ રનમાં ૪ વિકેટ પડી ગયા બાદ એવું લાગતું હતું કે RCB સરળતાથી જીતી જશે, પરંતુ હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી અને તિલક વર્મા સાથે મળીને મેચનો પલટો કર્યો હતો. ૧૩મી ઓવરમાં ૧૭ રન આવ્યા, જ્યારે જોશ હેઝલવુડે ૧૪મી ઓવરમાં ૨૨ રન આપ્યા. ૧૫મી ઓવરમાં ૧૯ રન બન્યા અને ૧૬મી ઓવરમાં ૧૩ રન બનતા મેચ મુંબઈના પક્ષમાં જતો જોવા મળતો હતો. ૧૭ ઓવરના અંતે મુંબઈનો સ્કોર ૪ વિકેટે ૧૮૧ રન હતો.

જો કે, ભુવનેશ્વર કુમારે ૧૮મી ઓવરમાં તિલક વર્માને આઉટ કરીને RCBને રાહત અપાવી હતી. ત્યારબાદ ૧૯મી ઓવરના પ્રથમ બોલ પર જોશ હેઝલવુડે હાર્દિક પંડ્યાને આઉટ કરીને RCBની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. મુંબઈને છેલ્લા ૧૨ બોલમાં ૨૮ રનની જરૂર હતી, પરંતુ હેઝલવુડે ૧૯મી ઓવરમાં માત્ર ૯ રન આપ્યા. અંતિમ ઓવરમાં ૧૯ રનની જરૂર હતી અને કૃણાલ પંડ્યાએ પ્રથમ બે બોલમાં બે વિકેટ લઈને RCBની જીત પર મહોર મારી દીધી હતી.

RCB માટે કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં ૪૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે ૩૭ રનમાં ૨ અને યશ દયાલે ૪૬ રનમાં ૨ વિકેટ લીધી હતી. બેટિંગમાં વિરાટ કોહલીએ ૬૭, દેવદત્ત પડિક્કલે ૩૭, કેપ્ટન રજત પાટીદારે ૬૪ અને જીતેશ શર્માએ ૧૯ બોલમાં અણનમ ૪૦ રન બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget