Video: અમ્પાયરે નોટઆઉટ આપવા છતાં ડિકોકે છોડી દીધું મેદાન, પંજાબના બોલરે પીઠ થપથપાવી
લખનઉ સુપર જાયન્ટ્સે શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ સામે 20 રને જીત મેળવી હતી.
પુણે: લખનઉ સુપર જાયન્ટ્સે શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ સામે 20 રને જીત મેળવી હતી. 154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 133 રન ફટકાર્યા હતા. લખનઉના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે આ અગાઉ લખનઉની ટીમે ક્વિન્ટન ડી કોકના 46 રનથી મદદથી 20 ઓવરમાં 153 રન બનાવ્યા હતા. જોકે આ મેચમાં ક્વિન્ટન ડિકોકે બતાવેલી ઇમાનદારીથી સૌ કોઇ ચર્ચા કરી રહ્યા છે.
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022
વાસ્તવમાં મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી હતી. રબાડાએ ઇન-ફોર્મ રાહુલ (6)ને વિકેટકીપર જીતેશ શર્માના હાથે કેચ કરાવીને પંજાબને મોટી સફળતા અપાવી હતી, પરંતુ ડિ કોકે શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી. ઇનિંગ્સની 13મી ઓવરમાં જ્યારે અમ્પાયરે સંદીપ શર્માના શોર્ટ પિચ બોલ પર વિકેટ પાછળ કેચની અપીલને ઠુકરાવી દીધી, ત્યારે ડિ કોકે ખેલદિલી બતાવીને ક્રિઝ છોડી દીધી હતી. ડિકોકની આ ઇમાનદારીથી સંદીપ શર્મા એટલો પ્રભાવિત થયો કે તેણે તેની પીઠ થપથપાવી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું
લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું. IPL 2022ની 42મી મેચમાં ક્વિન્ટન ડી કોકે લખનઉ માટે મહત્વની ઇનિંગ રમી હતી. આ સાથે જ કૃણાલ પંડ્યા બોલિંગમાં છવાઈ ગયો. મેડન ઓવરની સાથે તેણે 2 વિકેટ પણ લીધી હતી. પંજાબ તરફથી જોની બેયરસ્ટોએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મયંક અગ્રવાલે 25 રનનું યોગદાન આપ્યું હતું.
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી