ISL ના સફળ આયોજન પર નીતા અંબાણીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું- જિંદગીમાં પરત આવી અસલી ખુશી
ISL 2021: કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતમાં આઈએસએલની સાતમી સિઝનનું આયોજન કોઈપણ અવરોધ વગર સંપન્ન થયું હતું. નીતા અંબાણીએ કહ્યું, અમે ભારતમાં કોઈ પણ પરેશાની વગર સૌથી લાંબી અને સૌથી સફળ રમત ટુર્નામેન્ટનું આયોજન કરીને ગર્વ અનુભવી રહ્યા છીએ.
કોરોના વાયરસની મહામારી વચ્ચે ઈન્ડિયન સુપર લીગ(ISL)ની સાતમી સિઝનનું સફળ આયોજન થયું છે. શનિવારે સાંજે ગોવાના ફાતોર્દાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં મુંબઈ સિટી એફસીએ વર્તમાન ચેમ્પિયન એટીકે મોહન બગાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેંટ લિમિટેડના ચેરપર્સન નીતા અંબાણીએ આઈએસએલની સાતમી સિઝનના સફળ આયોજન કરવા પર શનિવારે ખુશી વ્યક્ત કરી હતી. નીતા અંબાણીએ કહ્યું કે, આઈએસએલની સાતમી સીઝન લોકોની જિંદગીમાં ખુશી પરત લાવી છે.
નીતા અંબાણીએ વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યં, સીઝન 7 રમતની અસલી તાકાત, ફૂટબોલની શાનને સમર્પિત છે. વૈશ્વિક મહામારી વચ્ચે ભય અને અનિશ્ચિતતા હોવા છતાં આઈએસએલની આ સીઝન આપણા જીવનમમં ખૂબ ખુશી અને ઉત્સવને પરત લઈને આવી છે.
">
કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતમાં આઈએસએલની સાતમી સિઝનનું આયોજન કોઈપણ અવરોધ વગર સંપન્ન થયું હતું. નીતા અંબાણીએ કહ્યું, અમે ભારતમાં કોઈ પણ પરેશાની વગર સૌથી લાંબી અને સૌથી સફળ રમત ટુર્નામેન્ટનું આયોજન કરીને ગર્વ અનુભવી રહ્યા છીએ.
નીતા અંબાણીએ કહ્યું, ચાર મહિનામાં અમે લોકોની જિંદગીમાં ખુશી પરત લઈને આવ્યા અને મુશ્કેલ પડકારને પાર કરીને ફૂટબોલ સીઝનનનું આયોજન કર્યું. નીતા અંબાણીએ આ સીઝનની મુખ્ય ઉપલબ્ધીઓ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું, સાતમી સિઝનમાં મેચની સંખ્યા 95 થી વધારીને 115 કરવામાં આવી હતી.
આઈએલએસની સીતમી સિઝનની શરૂઆત 20 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં 11 ક્લબ હિસ્સો લઈ રહ્યા છે. સમગ્ર સીઝન ગોવામાં બાયો સિક્યોર બબલમાં દર્શકોની હાજરી વગર રમાઇ હતી. નીતા અંબાણીએ ખિતાબ જીતવા બદલ મુંબઈ સિટી એફસીને અભિનંદન પણ આપ્યા હતા.