શોધખોળ કરો

Australian Open: જૈનિક સિનરે જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું ટાઇટલ, ફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો

Australian Open: સિનરે અગાઉનું ઓસ્ટ્રેલિયન ઓપન 2024નું ટાઇટલ પણ જીત્યું હતું. આ તેની કારકિર્દીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ હતો.

Australian Open:  ઇટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જૈનિક સિનરે (Jannik Sinner) ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં ધમાલ મચાવી દીધી છે. તેણે રવિવારે મેન્સ સિંગલ્સની  ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડ જ્વેરેવને સીધા સેટમાં 6-3, 7-6(4), 6-3થી હરાવ્યો હતો. બંને સ્ટાર્સ વચ્ચેનો આ ફાઇનલ મુકાબલો 2 કલાક અને 42 મિનિટ સુધી ચાલ્યો હતો.

છેલ્લા 13 મહિનામાં આ વિશ્વના નંબર-1 ખેલાડી સિનરનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તે ગયા ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં ચેમ્પિયન હતો. આ પછી તેણે યુએસ ઓપન 2024નું ટાઇટલ જીત્યું હતું. હવે સિનરે પોતાનો ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલનો બચાવ કર્યો હતો.

બીજી તરફ વિશ્વના નંબર-2 એલેક્ઝાન્ડર જ્વેરેવ છે, જેમનું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. તે 2015થી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તે ત્રણ વખત ફાઇનલ રમ્યો (વર્તમાન ફાઇનલ સહિત) પરંતુ દર વખતે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.

સિનરે 3 ફાઇનલ રમી અને ત્રણેય વખત ટાઇટલ જીત્યું

સિનરે અગાઉનું ઓસ્ટ્રેલિયન ઓપન 2024નું ટાઇટલ પણ જીત્યું હતું. આ તેની કારકિર્દીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ હતો. ત્યારબાદ સિનરે ફાઇનલમાં રશિયાના ડેનિસ મેદવેદેવને 3-6, 3-6, 6-4, 6-4, 6-3 થી હરાવ્યો હતો.

આ વર્ષે સિનરે ફરી એક વાર હલચલ મચાવી અને પોતાનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. સિનરે વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે યુએસ ઓપન 2024નું ટાઇટલ પણ જીત્યું હતુ. ત્યારબાદ સિનરે ફાઇનલમાં ટેલર ફ્રિટ્ઝને સીધા સેટોમાં 6-3, 6-4, 7-5 થી હરાવ્યો હતો.

23 વર્ષીય સિનર અત્યાર સુધીમાં ત્રણ વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચ્યો છે અને ત્રણેય વખત ટાઇટલ જીત્યો છે. ગયા વર્ષની શરૂઆતમાં તે ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગયો હતો. તેણે 2023ની વિમ્બલ્ડન સીઝનમાં સેમિફાઇનલ રમી હતી અને તે જ રાઉન્ડમાં તે હારી ગયો હતો.

જ્વેરેવ હજુ સુધી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યો નથી

27 વર્ષીય જ્વેરેવ હજુ સુધી કોઈ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યો નથી. તેણે 2015માં વિમ્બલ્ડન ખાતે તેની પહેલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી હતી. ત્યારથી તે સતત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી રહ્યો છે, પરંતુ એક પણ વાર ચેમ્પિયન બન્યો નથી.

તે અત્યાર સુધીમાં ત્રણ વખત કોઈપણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમી ચૂક્યો છે. પણ મને ત્રણેય વાર નિરાશા મળી છે. જ્વેરેવે 2024 ફ્રેન્ચ ઓપન ફાઇનલ પણ રમી હતી, જ્યાં તેનો કાર્લોસ અલ્કારાઝ સામે પરાજય થયો હતો. જ્યારે જ્વેરેવ 2020 યુએસ ઓપન ફાઇનલ પણ રમી ચૂક્યો છે. પછી તેનો ડોમિનિક થિએમ સામે પરાજય થયો હતો.

ટોપ સ્ટોરી

ધોની કપ્તાન, વૈભવ-અભિષેક કરશે ઓપનિંગ, અનાયા બાંગરે પસંદ કરી ભારતની ઓલ-ફોર્મેટ પ્લેઇંગ-11
ધોની કપ્તાન, વૈભવ-અભિષેક કરશે ઓપનિંગ, અનાયા બાંગરે પસંદ કરી ભારતની ઓલ-ફોર્મેટ પ્લેઇંગ-11
ICC Rankings: 35 બોલમાં સદીનું ઈનામ, ઈશાન કિશનને પછાડી અભિષેક દુનિયાનો નંબર-1 બેટ્સમેન
ICC Rankings: 35 બોલમાં સદીનું ઈનામ, ઈશાન કિશનને પછાડી અભિષેક દુનિયાનો નંબર-1 બેટ્સમેન
અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવાની ઊઠી માંગ, શું રોહિત શર્માની જગ્યા લેશે?
અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવાની ઊઠી માંગ, શું રોહિત શર્માની જગ્યા લેશે?
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
બંગાળની ખાડીમાં કેમ આવે છે ભયાનક ચક્રવાતો, ઓક્ટોબર-નવેમ્બરમાં જ કેવી રીતે વધે છે ખતરો?
માત્ર 3 દિવસમાં મળી જશે નવો GST નંબર, રજિસ્ટ્રેશનમાં થયા 5 મોટા ફેરફાર
માત્ર 3 દિવસમાં મળી જશે નવો GST નંબર, રજિસ્ટ્રેશનમાં થયા 5 મોટા ફેરફાર
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Embed widget