Pro Kabaddi League 2022: આજની હરિયાણા સ્ટીલર્સ અને તામિલ થલાઇવાઝની આવી હશે પરફેક્ટ -11, આ ખેલાડીને બનાવો કેપ્ટન
જો પવનની વાપસી નથી થતી તો થલાઇવાઝ માટે મોટો ઝટકો ગણાશે. થલાઇવાઝનું ડિફેન્સ સારુ છે, અને તેને ડિફેન્સના દમ પર જ મેચ રમવી પડશે.
Haryana Steelers vs Tamil Thalaivas Dream 11: પ્રૉ કબડ્ડી લીગ (PKL) 2022ની 12મી મેચ હરિયાણા સ્ટીલર્સ અને તામલ થલાઇવાઝની વચ્ચે આજે થશે. થલાઇવાઝે પહેલી મેચ ટાઇ રમી હતી જ્યારે હરિયાણાએ પોતાની પહેલી મેચમાં જીત હાંસલ કરી હતી. જોવાની વાત એ છે કે આજની મેચમાં પવન સહરાવતની વાપસી થશે કે નહીં. સિઝનની પહેલી મેચમાં જ પવન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને 10 મિનીટ પછી જે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઇ જોવ પડ્યો હતો. પવનની ઇજા ગંભીર લાગી રહી છે, હજુ સુધી પવનની ઇજા પર કોઇ અપડેટ સામે નથી આવ્યુ.
જો પવનની વાપસી નથી થતી તો થલાઇવાઝ માટે મોટો ઝટકો ગણાશે. થલાઇવાઝનું ડિફેન્સ સારુ છે, અને તેને ડિફેન્સના દમ પર જ મેચ રમવી પડશે. યુવા નરેન્દર કન્ડોલાની ઉપર રેડિંગને સંભાળવાની જવાબદારી આવી જશે, જેને સિઝનની પહેલી માચેમાં સુપર ટેન લગાવ્યુ હતુ. નરેન્દરે આ લીગમાં એકમાત્ર મેચ રમી છે.
હરિયાણાની વાત કરીએ તો ટીમમાં ખુબ બેલેન્સ છે, તે મેચમાં પ્રબળ દાવેદાર તરીકે ઉતરશે. હરિયાણા માટે ડિફેન્સમાં જયદીપ સૌથી મુખ્ય હશે, તો જોગિન્દર નરવાલના અનુભવનો ફાયદો મળશે. રેડિંગમાં મનજીતે ગઇ મેચમાં જ ધમાકો કર્યો હતો અને તેની પાસે વધુ એક સારા પ્રદર્શનની આશા રાખવાની છે. નિતિન રાવલે ગઇ મેચમાં પોતાની ટીમ માટે ઓલરાઉન્ડ રમત બતાવી હતી, અને તે આ મેચમાં મુખ્ય સાબિત થઇ શકે છે.
Pro Kabaddi League 2022: આ હોઇ શકે છે બેસ્ટ ડ્રીમ ટીમ -
જયદીપ સાગર, જોગિન્દર નરવાલ, નિતિન રાવલ, નરેન્દર કન્ડોલા (ઉપ કેપ્ટન), મનજીત (કેપ્ટન), અજિંક્યે પવાર.
આઠમી સિઝનમાં ચેમ્પીયન બની હતી દિલ્હી -
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8 ની ફાઇનલ મેચમાં ત્રણ વારની ચેમ્પીયન પટના પાટરેટ્સ (Patna Pirates)ને દબંગ દિલ્હી કેસીએ (Dabang Delhi KC) એક પૉઇન્ટના અંતરથી હરાવી દીધી હતી. ગઇ સિઝનની રોમાંચક ફાઇનલ મેચમાં પટનાને 37-36 થી હરાવ્યુ હતુ, આ મેચ દિલ્હી બસ એક પૉઇન્ટથી પોતાના નામે કરી ગઇ હતી. દિલ્હી આ લીગ જીતનારી છઠ્ઠી ટીમ બની ગઇ હતી.