જોકે દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર કરાયેલી ભારતીય ટીમમાં મહારાષ્ટ્રના ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નહી. પ્રસાદે પસંદગીકારોનો બચાવ કરતા કહ્યું કે, અમે કેદારની તેની ફિટનેસના ઇતિહાસને જોતાં ટીમમા પસંદ કર્યો નથી. આ પહેલાં પણ તેણે ફિટ થઇને વાપસી કરી પરંતુ તે ઇજાગ્રસ્ત થઇ ગયો.
3/6
દેવધર ટ્રોફી દરમિયાન જાધવે ભારતની એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું કારણ કે, તેની વાપસી પર નિર્ણય લેતા પહેલા તેની ફિટનેસ પરખવા માંગતા હતાં. ત્રણ રાષ્ટ્રીય પસંદગીકોરીની હાજરીમાં જાધવે 25 બોલમાં નોટઆઉટ 41 રનની ઇનિંગ રમી અને પાંચ ઓવર પણ ફેંકી હતી.
4/6
ફિટ થઇ ગયેલા કેદાર જાધવે કહ્યું હતું કે, વેસ્ટઇન્ડિઝ સામેની બાકીની ત્રણ વન ડે મેચો માટે ભારતીય ટીમમાં પસંદગી નહી થવા અંગે તેને જાણકારી આપવામાં નહી આવી. એ પછી મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને કહેવું પડ્યુ કે, જાધવને સતત ઇજા થાય છે તે કારણે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
5/6
કેદાર જાધવ ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી ચોથી વનડે મેચમાં રમશે તેવું કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે. જાધવને રીષભ પંતના સ્થાને ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આ પહેલાં કેદાર જાધવનો ટીમમાં સમાવેશ નહીં કરાતાં વિવાદ થયો હતો.
6/6
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં કારમી હાર થતાં ભારતીય ક્રિકેટ ટીમને કેદાર જાધવની યાદ આવી છે. ભારતીય પસંદગીકારોએ કેદાર જાધવને છેલ્લી ત્રણ વનડે માટેની ટીમમાંથી પડતો મૂક્યો હતો પણ ભારતની હારના પગલે તેને તાબડતોબ ટીમ સાથે જોડાઈ જવા કહેવાયું છે.