શોધખોળ કરો
Advertisement
WC ફાઈનલ: ઓવર થ્રો વિવાદ પર ધર્મસેનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારી ભૂલ હતી પણ.....
ધર્મસેનાએ લેગ અમ્પાયર મરાઈસ ઈરાસમસ સાથે સલાહ-પરામર્શ કર્યા બાદ ઈંગ્લેન્ડના સ્કોરમાં 6 રન જોડવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને ઑવર થ્રોનાં 5 રનની જગ્યાએ 6 રન આપવામાં આવ્યા હતા. ફીલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાએ સ્કવેર લેગ અમ્પાયર મરેસ ઇરાસમસ સાથે વાત કર્યા પછી ઇંગ્લેન્ડને 6 રન આપ્યા હતા. આનો ઑડિયો તે વખતે મેચનાં દરેક અધિકારીએ સાંભળ્યો હતો. આના પર કુમાર ધર્મસેનાએ કહ્યું કે, તેમનાથી ભૂલ થઇ હતી, પરંતુ કોઈ પસ્તાવો નથી.
ધર્મસેનાએ કહ્યું કે, ‘હવે ટીવી રિપ્લે જોયા બાદ હું સ્વીકારું છું કે, નિર્ણય કરવામાં મારાથી ભૂલ થઈ પણ મેદાન પર ટીવી રિપ્લે જોવાની સુવિધા નથી હોતી અને મને મારા નિર્ણય પર પસ્તાવો નહીં થાય. સાથે જ ICCએ તે સમયે કરવામાં આવેલા મારા નિર્ણયની પ્રશંસા કરી.’
ધર્મસેનાએ લેગ અમ્પાયર મરાઈસ ઈરાસમસ સાથે સલાહ-પરામર્શ કર્યા બાદ ઈંગ્લેન્ડના સ્કોરમાં 6 રન જોડવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ અંતિમ ત્રણ બોલમાં જીત માટે 9 રન જોઈતા હતા અને બાદમાં તેને 2 બોલમાં ત્રણ રન જોઈતા હતા. ધર્મસેનાએ કહ્યું કે, નિયમો અનુસાર આ ઘટનામાં ત્રીજા અમ્પાયરની સલાહ લેવાની કોઈ જોગવાઈ નથી.
કુમાર ધર્મસેનાએ કહ્યું કે, “થર્ડ અમ્પાયારને વગર આઉટ થયાની સ્થિતિમાં કોઈપણ નિર્ણય રેફર કરવાનો નિયમ નથી. આના કારણે મે લેગ અમ્પાયર સાથે વાત કરી જેને બાકીનાં અમ્પાયર અને મેચ રેફરીએ સાંભળી, અને જ્યારે તેઓ ટીવી રિપ્લેની તપાસ નહોતા કરી શકતા તો તેમણે બધાએ પુષ્ટિ કરી કે બેટ્સમેનોએ રન પૂરો લીધો છે. આ જ કારણ રહ્યું કે મે મારો નિર્ણય લીધો.”
ઉલ્લેખનીય છે કે પૂર્વ અમ્પાયર સાયમન ટફેલે 6 રન આપવાનાં નિર્ણયને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતુ કે અમ્પાયરે 6ની જગ્યાએ 5 રન આપવા જોઇતા હતા, કેમકે બેટ્સમેનોએ બીજો રન પુરો કર્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion