શોધખોળ કરો
900 અબજની પ્રોપર્ટી છોડી ક્રિકેટમાં નસીબ અજમાવનારા જાણીતા ઉદ્યોગપતિના પુત્રએ ફટકારી સદી, જાણો વિગત
1/7

આર્યમાન બિરલાનો બર્થ ડે સેલિબ્રેટ કરતાં ટીમના સાથીઓ.
2/7

IPL 2018ની હરાજીના બીજા દિવસે આર્યમાન બિરલાને ફક્ત 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ તેની સંપત્તિ જાણીને સૌ કોઇ હેરાન થઇ જશે. દેશના સૌથી અમીર બિઝનેસમેનમાં સામેલ કુમાર મંગલમ બિરલાનો દીકરો આર્યમાન વિક્રમ બિરલા છે. આર્યમાનને રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં આદિત્ય બિરલા ગ્રુપના ચીફ કુમાર મંગલમ બિરલાની કુલ સંપત્તિ આશરે 900 અબજ રૂપિયા છે.
3/7

બ્રાયન લારા સાથે આર્યમાન બિરલા.
4/7

નવી દિલ્હીઃ IPL 2018ની હરાજી દરમિયાન સમાચારમાં ચમકનારા અબજપતિ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાન બિરલાએ રણજી ટ્રોફી મેચમાં ફર્સ્ટ ક્લાસ કરિયરની પ્રથમ સદી ફટકારીને તહેલકો મચાવી દીધો છે. સદી ફટકારવાની સાથે તેણે ટીમને હારથી પણ બચાવી હતી. રણજી ટ્રોફીની ગ્રુપ બી મેચમાં બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં તેણે સદી લગાવી હતી.
5/7

આર્યમાને ગત વર્ષે મધ્યપ્રદેશ તરફથી રમતા ઓડિશા સામેની અંડર-23 સીકે નાયડુ ટ્રોફીમાં 153 રન કર્યા ત્યારે સમાચારમાં આવ્યો હતો. આર્યમાન પહેલા મુંબઈ માટે રમતો હતો પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં રણજી ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. જે બાદ તે મધ્ય પ્રદેશની ટીમ તરફથી રમવા લાગ્યો.
6/7

આર્યમાન બિરલાએ 103 રનની ઈનિંગમાં 12 ચોગ્ગા અને એક સિક્સર મારી હતી. મેચ પૂરી થયાં બાદ આર્યમાને કહ્યું કે, તે છેલ્લા 4-5 વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. અંડર 23 રમ્યા બાદ ગત વર્ષે ઓડિશા સામે રણજીમાં ડેબ્યૂ કર્યું હતું.
7/7

નવી દિલ્હીઃ IPL 2018ની હરાજી દરમિયાન સમાચારમાં ચમકનારા અબજપતિ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાન બિરલાએ રણજી ટ્રોફી મેચમાં ફર્સ્ટ ક્લાસ કરિયરની પ્રથમ સદી ફટકારીને તહેલકો મચાવી દીધો છે. સદી ફટકારવાની સાથે તેણે ટીમને હારથી પણ બચાવી હતી. રણજી ટ્રોફીની ગ્રુપ બી મેચમાં બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં તેણે સદી લગાવી હતી.
Published at : 18 Nov 2018 04:59 PM (IST)
View More